ખનીજ ચોરી કરી પર્યાવરણનું વિનાશ કરતા એકમો સામે નીટીસો છતાં દંડ ન ભરાયો : રાજયમંત્રી છાવરતા હોવાનો આક્ષેપ

552

ભુજ : કચ્છ જિલ્લામાં ખનીજ ચોરી કરી પર્યાવરણનું વિનાશ કરતા 100 થી વધુ એકમોને વર્ષ 2018 માં નોટીસ પાઠવી દંડ ફટકારવામાં આવ્યો હતો. આ એકમોના દંડની રકમ ભરપાઇ કરાવવાના બદલે રાજ્યમંત્રી વાસણ આહિર આ દંડની રકમમાં સમીક્ષાની ગોઠવણ કરી તેમને છાવરી રહ્યા હોવાનો આક્ષેપ પર્યાવરણ જાગૃતિ પરિષદ દ્વારા કરવામાં આવ્યો છે.

કચ્છ જિલ્લામાં લાંબા સમયથી ખનીજ ચોરી થઈ રહી છે. સરકાર કલાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના નામે મંત્રાલય શરૂ કરી રહી છે. પરંતુ પર્યાવરણનું વિનાશ કરતા આવા એકમો સામે પગલા લેવામાં નથી આવતા. આવા 100 થી વધુ એકમો વિરૂદ્ધ વર્ષ 2018 માં નોટીસો ફટકારી દંડ કરવામાં આવ્યું હતું. નીટીસને છ મહીનાનો સમય થયા બાદ પણ દંડની રકમ ભરપાઇ થઈ નથી. હાલમાં પણ આ એકમો નિયમ વિરૂદ્ધ પ્રવૃતિ કરી પર્યાવરણનું વિનાશ કરી રહ્યા છે. આ પૈકી મોટાભાગના એકમોના સંચાલકો સતાપક્ષ સમર્થિત હોવાથી આ સંચાલકો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરી પર્યાવરણનું વિનાશ થતું અટકાવવાના બદલે પર્યાવરણનું સોથ વાળતા આવા એકમોને મુખ્યમંત્રી ઓફીસથી લઇને જિલ્લાના ખાણ ખનીજ સુધીની કક્ષાના અધિકારીઓ છાવરી રહ્યા છે. આ ચાઇના કલેના એકમોમાં થતા પ્રોસેસીંગ માંથી 90 ટકા જથ્થો જીપ્સમ કે જે કેમીકલ યુક્ત હોય છે. આ વેસ્ટને એકમો દ્વારા જે જગ્યાએ ડમ્પ કરવામાં આવે છે તે વિસ્તારોના પરંપરાગત વૃક્ષોનો નિકંદન નિકળી રહ્યું છે. જેથી પર્યાવરણનું ભયંકર વિનાશ થઈ રહ્યું છે. આવા ગંભીર મુદે રાજયમંત્રી વાસણ આહિર ખનીજ માફિયાઓના દંડની રકમની સમીક્ષા કરવાનું ગોઠવી રહ્યા છે. તેમજ આ એકમો વિરૂદ્ધ કાર્યવાહિ ન કરવા જિલ્લાના તંત્ર પર દબાણ ઉભું કરી રહ્યા છે. આ બાબત સૂચવે છે કે પર્યાવરણની રક્ષા કરવામાં રાજય સરકાર ગંભીર નથી. આ એકમો વિરૂદ્ધ કડક કાર્યવાહિ કરવા પર્યાવરણ જાગૃતિ પરિષદે રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કાર્યવાહિ ન થઈ રહી હોવાનો આક્ષેપ પરિષદે કર્યો છે.

આ મુદે પર્યાવરણ જાગૃતિ પરિષદ દ્વારા ખાણ ખનીજ કમિશ્નર, પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને કચ્છ કલેક્ટરને ફરી એકવાર રજૂઆત કરી ખનીજ ચોરી અને નિયમ વિરૂદ્ધ પ્રોસેસીંગ બંધ કરી આ એકમો દ્વારા કાયદાના ભંગ બદલ કડક કાર્યવાહિ કરવા જણાવ્યું છે. તેમજ આ એકમો દ્વારા વેલ્યુ એડેડ ટેક્ષ અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષની પણ મોટા પાયે ચોરી કરાઇ સરકારી તીજોરીને નુકશાન કરાઈ રહ્યું છે. આ સમગ્ર પ્રકરણે કડક પગલા લેવા ભાર પૂર્વક રજૂઆત કરાઇ છે. જો યોગ્ય નહીં થાય તો નામદાર કોર્ટમાં પણ લડત ચલાવવામાં આવશે તેવું પર્યાવરણ જાગૃતિ પરિષદના કન્વીનર ધીરજ ગરવા, સહ કન્વીનર સુલતાન કુંભાર  અને અંજલી ગોર દ્વારા જણાવાયું છે.

Get real time updates directly on you device, subscribe now.