વિરોધની બીકથી CM વિજય રૂપાણીના કચ્છ આગમન પહેલા જ રાજકીય, સામાજિક આગેવાનોને પોલીસે કર્યા નજર કેદ
ભુજ : ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે કચ્છમાં મેઘલાડુ મહોત્સવમાં મહેમાન તરીકે પધારી રહ્યા છે. ત્યારે કચ્છના અનેક પ્રશ્ને રજુઆતો અને લડતો ચલાવતા રાજકીય તેમજ સામાજિક આગેવાનોને કાલે રાતથી જ પોલીસ દ્વારા નજર કેદ કરી લેવાયા છે. કચ્છ પોલીસ દ્વારા મુખ્યમંત્રીની હાજરીમાં આ આગેવાનો દ્વારા કચ્છના અનેક પ્રશ્ને રજૂઆત તેમજ વિરોધની બીકથી નજર કેદ કરાયા હોવાનું આગેવાનોનું સંપર્ક કરતાં જાણવા મળ્યું છે.
આ બાબતે પ્રદેશ કોંગ્રેસના મંત્રી રફીક મારાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે અમો પ્રજાના પ્રશ્ને અવાજ ઉઠાવતા અને વિરોધ કરતા હોઇ ખૂદ CM અમારાથી ડરી રહ્યા છે. પોલીસ સરમુખત્યાર શાહી વલણ અપનાવી સત્તાપક્ષના ઇશારે કામ કરી રહી છે. પ્રજાના પ્રશ્નો માટે લડતા આગેવાનો તેમજ કાર્યકરોને નજર કેદ કરી તેમનો અવાજ દબાવીને સત્તાના ઇશારે પોલીસ એવું સાબિતી કરવા માંગે છે કે ” કચ્છ માં બધુંય બરાબર ચાલી રહ્યું છે”. ઉલ્લેખનીય છે કે ગઇ કાલે અદાણી સંચાલિત જી. કે.જનરલ હોસ્પિટલની ગેરરીતિઓ વિરૂદ્ધ પ્રેસ કોન્ફરન્સ કરી રફીક મારાએ અનેક આક્ષેપો કર્યા હતા. તેમજ CM રૂપાણીને રૂબરૂ મળવા સમય તેઓ માંગશે તેવું જણાવ્યું હતું. જો સમય નહીં આપે તો કાર્યક્રમ આપવાનું પણ ઇશારો રફીક મારાએ પ્રેસ કોન્ફરન્સમાં આપયો હતો. જેથી કોંગ્રેસના રફીક મારા ને નજર કેદ કર્યાનું જાણવા મળ્યું છે. તેજ રીતે વીથ કોંગ્રેસ પ્રમુખ માનસી શાહને પણ તેમના જ ઘરમાં નજર કેદ કર્યું હોવાનું જાણવા મળેલ છે. તેઓએ પણ જણાવ્યું હતું કે પોલીસ એવું કહી રહી છે કે અમને ઉપરથી ઓર્ડર છે. જેનો મતલબ એવું થાય છે કે સરકાર અમારાથી ડરતી હોવાના કારણે નજર કેદ કર્યા છે.
તો કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અને કચ્છ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ ડો. રમેશ ગરવા તેમજ જિલ્લા કોંગ્રેસે પ્રવક્તા દિપક ડાંગરને પણ નજર કેદ કરવામાં આવ્યા છે. ડો. રમેશ ગરવાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે કચ્છ યુનિવર્સિટીના પ્રશ્નો બાબતે અમોએ સમય માંગ્યો હતો. આ મુદો કચ્છના હજારો છાત્રોની સમસ્યાનો મુદો છે. ન કે અમારો અંગત. છતાં તંત્રએ 10 મીનીટનો પણ સમય ન આપ્યો અને ઉલ્ટાનું અમને નજર કેદ કરી લેવામાં આવ્યા છે. તેઓ એ જણાવ્યું કે પોલીસ દ્વારા મોડીરાત્રે મોટી ઉમરના તેમના બીમાર માતાને પણ ઉઠાળી અને પરેશાન કરવામાં આવ્યા તેવો સીધો પોલીસ પર આક્ષેપ પોલીસ પર કર્યો હતો. અને પોલીસ સતા પક્ષના ઇશારે આવું કરતી હોવાનું જણાવ્યું હતું. તેમ હું દલિત આગેવાન છું માટે મને નજર કેદ કરવા દલિત પોલીસ વાળાને મોકલી સામાજિક વર્ગ વિગ્રહ કરાવવાની પણ સરકારની કોશીસ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.
તો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કચ્છના પ્રમુખ નરેશ મહેશ્વરી તેમજ ભીમ આર્મીના ગુજરાત પ્રભારી રમઝાન સમાને પણ નજર કેદ કરવામાં આવ્યા છે. આ બાબતે દલિત અધિકાર મંચના પ્રમુખ નરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે નગરપાલિકાની બેદરકારીથી કુકમાની 2 યુવતી અને 1 યુવકનું મૃત્યુ થયું તે બાબતે કાર્યવાહી કરવા અમારી જે માંગ હતી. તે પુર્ણ થઈ નહીં. નગરપાલિકા અને પાણી પૂરવઠાએ એકબીજા પર દોષનો ટોપલો ઢોરી મુદાને દબાવવા માંગે છે. તેમજ ભુજોડી ઓવરબ્રીજ બાબતે પણ અમારો વિરોધ છે. આદિપુરમાં એલસીબીના કર્મચારીઓએ દલિત મહિલાને ઢોર માર માર્યો હોવાથી આ કર્મચારીઓ વિરૂદ્ધ એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધવા અમારી માંગ છે. આ મુદાને લઇને વિરોધના કારણે મને નજર કેદ કરાયા છે. તેમણે વધુંમાં ઉમેર્યું કે CM મેઘલાડુ મહોત્સવના બદલે પ્રજાનાં પ્રશ્નો સાંભળવાનો ઉત્સવ મનાવવા આવ્યા હોત સારૂં કહેવાત.