વરસાદ પૂરતો ન થયો હોવા છતાં ઢોરવાડા બંધ કરવાનો સરકારનો નિર્ણય માલધારી-પશુપાલકો ની સમસ્યા વધારશે : કોંગ્રેસ

649

અંજાર : જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી. કે. હૂંબલ અને જિલ્લા કોંગ્રેસે પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ વરસાદ પૂરતો ન થયો હોવા છતાં ઢોરવાડા બંધ કરવાના સરકારના નિર્ણયથી માલધારીઓની સમસ્યામાં વધારો થશે તેવી ચિંતા વ્યકત કરી છે. તેમણે જણાવ્યું છે કે અછતના મેન્યુઅલ મુજબ પૂરતા વરસાદ બાદ સાતથી આઠ દિવસ ઢોરવાડા ચાલુ રાખવાની જોગવાઇ છે. હાલમાં ભુજ અંજાર તથા અન્ય તાલુકાનાં વરસાદનાં આંકડાઓમાં વિસંગતતા છે. ભુજમાં 4 ઇંચ છેટલા વરસાદમાં હમીરસર ભરાઇ જાય છે. જયારે હાલમાં 5% જેટલું પણ પાણી આવેલ નથી. અંજારમાં પણ વરસાદના આંકડાઓમાં વિસંગતતા છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વરસાદના સાચા આંકડા જાહેર કર્યા બાદ 10 દિવસ પછી ઘાંસ ઉગી નીકળે ત્યારબાદ સર્વે કરી ઢોરવાડા કે સબસીડી બંધ કરવી જોઈએ. આ બાબતે વહીવટી તંત્રે મુંગા પશુઓના હિતમાં માનવીય અભિગમ અપનાવવવું જોઈએ તેવું સંયુક્ત યાદીમાં જણાવાયું છે.

Get real time updates directly on you device, subscribe now.