ગેરકાયદેસર બાંધકામ મુદે કચ્છના સાંસદ અને ભુજના ધારાસભ્ય પોતાનો વલણ સ્પષ્ટ કરે
ભુજ : ભુજ વિસ્તાર વિકાસ સતા મંડળ (ભાડા) ના વિસતારમાં થઈ રહેલ ગેરકાયદેસર બાંધકામ વિરુધ્ધ સામાજિક કાર્યકર દતેશ ભાવસાર છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે. છતાં ભાડા ના અધિકારીઓ દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ વિરુધ્ધ કાર્યવાહી કરાતી ન હોવાની ફરિયાદ સાથે આજે દતેશ ભાવસારે કચ્છના સાંસદ, ભુજના ધારાસભ્ય અને ભુજ નગરપાલિકાના પ્રમુખ ને પત્ર લખી જન પ્રતિનિધિ તરીકે પોતનો વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું છે. પત્રમાં જણાવ્યું છે કે આ મુદે તેઓએ ધરણા પ્રદર્શન, આમરણાંત ઉપવાસ, ઇચ્છા મૃત્યુ માંગણી, આત્મવિલોપન જેવા લોકશાહિના હથીયારોનો પ્રયોગ કરવા છતાંય તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારનો હકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. 5000 થી 7000 જેટલા રેસીડેન્ટ અને કોમર્શિયલ સેક્ટરના ગેરકાયદેસર બાંધકામો ભુજ શહેરની હદમાં થયેલ છે. ભુજ શહેરની ભાવી પેઢીને બચાવવા તેમજ 2001 જેવી હોનારત ફરી ન થાય તે માટે 4 વર્ષ થી આવા બાંધકામ વિરુધ્ધ લડાઇ ચાલી રહી છે. આ મુદે જન પ્રતિનિધી તરિકે સાંસદ કચ્છ, ધારાસભ્ય ભુજ અને ભુજ નગરપાલિકાના પ્રમુખ આવા બાંધકામ કરનારાઓના સમર્થનમાં છે કે વિરોધમાં જેની સાર્વજનીક રીતે સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. તેમજ જન પ્રતિનિધિ તરીકે આવા બાંધકામ કરનારાઓ વિરુધ્ધ કાર્યવાહી ન કરી અને પ્રોત્સાહન આપનારા અધિકારીઓ વિરુધ્ધ રાજ્ય સરકારમાં ફોજદારી ફરિયાદ કરવા લેખિત રજૂઆત કરવા જણાવ્યું છે. આગામી 10 દિવસોમાં કચ્છ કલેક્ટરની કચેરી સમક્ષ ધરણા પ્રદર્શન કરાવામાં આવશે જેમાં જન પ્રતિનિધી તરીકે ફક્ત 2 કલાક હાજરી આપવા પત્રમાં જણાવ્યું છે. તેમજ ધરણામાં હાજર રહેવા અનુકૂળ રહે તે માટે જન પ્રતિનિધીઓને 10 દિવસમાં યોગ્ય લાગે અને અનુકૂળ આવે તે દિવસે દતેશ ભાવસારે ધરણા કરવાની તૈયારી બતાવી છે.