અબડાસા તાલુકા પંચાયતની મોટી બેર બેઠકની ચૂંટણી હાઇકોર્ટે રદ કરી
અબડાસા : તાલુકાની મોટી બેર તાલુકા પંચાયત સીટની ચૂંટણી હાઇકોર્ટે રદ કરી છે. સમગ્ર મામલો એમ છે કે અબડાસા તાલુકા પંચાયતની મોટી બેર સીટ પરથી 2015 ની ચૂંટણીમાં સદસ્ય તરીકે કોંગ્રેસના રાવલ મીસરી જત વિજયી થયા હતા. થોડા સમય બાદ તેમના ત્રણ છોકરા હોવાથી સદસ્ય તરીકે તેની માન્યતા રદ કરવા ફરિયાદ કરાઇ હતી. આ મુદે ડી.ડી.ઓ કચ્છ દ્વારા રાવલ મીસરી જતને હોદા પરથી દૂર કરી દેવાનો હૂકમ કર્યો હતો. આ હૂકમને સદસ્ય દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ દરમ્યાન જ ચુંટણી પંચ દ્વારા સમગ્ર ગુજરાત સહિત કચ્છમાં પણ ખાલી પડેલી તાલુકા પંચાયત બેઠકોની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. જેમાં મોટી બેર તાલુકા પંચાયતની પણ પેટા ચૂંટણી જાહેર કરાઇ હતી જેનું આગામી બે દિવસમાં એટલે કે 21 જુલાઇના મતદાન યોજાનાર હતો. જો કે જાહેરાત સમયે જ આ મુદે પ્રશ્નો ઉભા થયા હતા. ત્યારે આજે આ મુદે હાઇકોર્ટે ચૂંટણી રદ કરી અને સદસ્ય તરીકે રાવલ મીસરી જતને ચાલુ રાખવા હૂકમ કરવામાં આવ્યો છે. એટલે હવે 21મીએ યોજાનાર પેટા ચૂંટણી રદ થઇ ગઇ છે અને સદસ્ય રાવલ મીસરી જત ચાલુ રહેશે. કાયદાકીય જંગમાં સત્યનો વિજય થયું હોવાનું અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇકબાલ મંધરાએ જણાવયું હતું.
વધુમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ જણાવ્યું કે સતાપક્ષ ભાજપની વિપક્ષના ચૂટાયેલ પ્રતિનિધીઓ વિરુધ્ધ આવા ખોટા કેસો ઉભા કરી અને પ્રતાડીત કરવાની નીતિ સામે કોંગ્રેસની મોટી જીત થઈ છે. સત્ય પરેશાન થઇ શકે છે પણ પરાજીત નહિં. આ પ્રકારનાં કેટલાય કેસો સતાપક્ષના ચૂંટાયેલા પ્રતિનિધીઓ વિરુધ્ધ પેંન્ડીંગ પળ્યા હોવા છતાં વહિવટી તંત્રએ સતાપક્ષના ઇશારે કોંગ્રેસના સદસ્યને સસ્પેન્ડ કર્યા હતા. જેથી નામદાર કોર્ટનો આ હુકમ વહીવટી તંત્ર માટે પણ મોટો ઝટકો છે.