વાવાઝોડાની અસર પગલે શાળાઓની રજા એક દિવસ લંબાવાઈ
ભુજ : ગુજરાતમાં વાયુ વાવાઝોડાની આગાહી સંદર્ભે સતર્કતાના ભાગ રૂપે બે દિવસ અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલોમાં બે દિવસ તા. 12 અને 13 જૂનના રજાની જાહેરાત કરેલી હતી. જો કે આજે ગુજરાત તેમજ કચ્છની જનતા માટે સારા સમાચાર મળ્યા કે વાવાઝોડાની દીશા બદલાઇ છે. હવે વાયુ વાવાઝોડો દરીયા કાંઠાના વિસતારમાં સીધી રીતે ટકરાશે નહીં, પણ ભારે વરસાદની આગાહી પગલે તંત્ર હજી પણ એલર્ટ છે. વાવાઝોડા બાદની વ્યાપક અસરોને ધ્યાને લઇ શિક્ષણ વિભાગ દ્વારા હજી એક દિવસ એટલે કે આવતી કાલે 14 જુનના પણ સ્કૂલોમાં રજા રાખવા માટે ફરમાન જારી કરેલ છે.