ગાંધીધામ થી ગાંધીનગર કોંગ્રેસની ખેડુત સંવેદના યાત્રાને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ કરાવ્યું પ્રસ્થાન
ગાંધીધામ : ગત 21 જુનના ગાંધીધામ મધ્યે નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલ મગફળીના ગોડાઉન પર કોંગ્રેસે જનતા રેડ કરતા મગફળી માંથી માટીના ઢેફા અને કાંકરા ભરેલા હોવાનો પર્દાફાશ કરયો હતો. આ મામલે બે દિવસ અગાઉ કલેક્ટર કચેરીએ ગુજરાત પ્રદેશ કિશાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયાની આગેવાની હેઠળ કચ્છ જિલ્લા કોંગ્રેસે પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવયો હતો. ત્યાર બાદ ગાંધીધામ થી ગાંધીનગર સુધી ખેડુત સંવેદના યાત્રાની જાહેરાત કરાઇ હતી. આજે ગાંધીધામ મધ્યે થી આ યાત્રાને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ હાજર રહીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા ભચાઉ, સામખીયાળી, માળીયા, હળવદના રસ્તે કૂચ કરી 2 જુલાઇના ગાંધીનગર પહોંચશે. આ યાત્રાના પ્રસ્થાન સમયે ઉપસ્થિત કોંગ્રેસી આગેવાનોએ સરકાર દ્વારા ખેડુતોના નામે કરાયેલ કૌંભાડ ગણાવ્યાં હતા. જેમાં નકલી બીયારણ દવા કૌંભાડ, પાક વિમા કૌંભાડ, જમીન માપણી કૌંભાડ, સિંચાઈ કૌંભાડ, મગફળી કૌંભાડ, તુવેર કૌંભાડ વગેરેનો ઉલ્લેખ કરવામાં આવયો હતો. જયારે જયારે આવા કૌંભાડોને બહાર લાવવામાં આવે છે ત્યારે મુખ્યમંત્રી કૃષિમંત્રી સહિતના જવાબદારો દ્વારા “કોઈ ને પણ છોડવામાં નહીં આવે”, “ભેજના કારણે ખાતરનુ વજન ઓછું થાય છે”, “નહેરો માં ગાબડા ઉંદર નોળીયા કરે છે”, “તપાસના આદેશ અપાઇ ગયેલ છે”, “ફરિયાદ નોંધાઇ ગયેલ છે જેવા ઉડાઉ નિવેદનો આપવામાં આવે છે તેવું જણાવી કિશાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયા અને જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ સરકાર પર પ્રહારો કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા, તાલુકા અને શહેર કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.