કુકમામાં બહુજનોની સભામાં ભાજપ વિરોધી છાવણીની “ખુલ્લા મને ચર્ચા”જાણો વધુ વિગતો
ભુજ: આગામી 14મી એપ્રિલના રોજ ડૉ.આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે નખત્રાણામાં યોજાનાર બામસેફની સભા પૂર્વે ભુજ તાલુકાના કુકમા ખાતે “ખૂલ્લા મને ચર્ચા”ના નામથી યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ વિરોધી છાવણીના લોકસભા ઉમેદવારો અને વિવિધ સંગઠનોએ ભાગ લેતા લોકસભાની કચ્છ બેઠક પર ભાજપ વાતાવરણમાં નવા સમીકરણો ઉમેરાઇ રહ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
તા. ૦૯/૦૪નાં રોજ ભુજ હોટલ શિલ્પ ગ્રામ કુકમા મધ્યે “કચ્છ ના બહુજનો એક થાય” અને ખુલ્લા મને ચર્ચા નો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યકામ માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ની સમગ્ર કચ્છ ની ટીમ સાથે વિવિધ તાલુકા ના સંગઠનો બામસેફ, બહુજન મુક્તિ પાર્ટી, બહુંજન સમાજ વાદી પાર્ટી, ભીમ આર્મી, આંતરરાષ્ટ્રીય ભીમ સેના તેમજ કચ્છ ભર ના બહુજન સમાજ ના સંગઠનો ને એક મંચ પર લાવી ને એક કરવાં ની નવતર પહેલ કરવામાં આવી હતી.આ કાર્યક્રમ માં કચ્છ ભર માંથી અંદાજિત ૫૦૦ થી ૬૦૦ જેટલા ભીમ સૈનિકો, તેમજ આંબેડકર વાદી વિચાર ધારા ધરાવતા વિવિધ સંગઠનો ના હોદેદારો, આગેવાનો કર્મશીલ કાર્યકરો, નવ યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આગામી 14 મી એપ્રિલ ના ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકર ની જન્મ જ્યંતી ની ઉજવણી નો આયોજન અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સર્વ સંગઠનો એક બની ને બાબા સાહેબ આંબેડકર જયંતિ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.સાથો સાથ કચ્છ લોકસભામાં ભાજપને સંવિધાન વિરોધી ગણાવી ભાજપને વોટ ન આપવાની પણ જાહેર જનતા ને અપીલ કરવામાં આવી હતી.આ પ્રસંગે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા ના પ્રમુખ નરેશ મહેશ્વરી અને જીલ્લા ટીમ વતી દયાલ ભાઈ વણકર, હિતેશ ભાઈ મહેશ્વરી, ઇકબાલ ભાઈ જત, વનિતાબેન મહેશ્વરી, રમણિક ભાઈ ગરવા, પ્રવક્તા શિવજી ભાઇ ધેડા, અંજાર વતી મંજુલાબેન ચાવડા અને ચંદન ભાઈ ચાવડા, મહેશ ભાઈ પુરાણીયા, કે.કે. વણકર, માંડવી તાલુકા ના પ્રમુખ મુકેશ ભાઈ મોથારીયા, રાહુલ ધુડીયા અને ટિમ, મુન્દ્રા તાલુકા ના પ્રમુખ ભાવેશ ડી આયડી, ધનજી ભાઈ આયડી અને ટિમ, ગાંધીધામ તાલુકા પ્રમુખ પંકજ ભાઈ નોરીયા, શૈલેષ ભાઈ ચુઈયા અને ટીમ,બામસેફ ના અશોક ભાઈ હિગણા, હિરજી ભાઈ સિજુ, સુડીયા સાહેબ, બિ.એમ.પી ના દેવજી ભાઈ મહેશ્વરી, ભીમ આર્મી કચ્છ જિલ્લા અધ્યક્ષ લખન ભાઈ ધુવા, રમજાન સમાં, જત સમાજ કચ્છ ના ઉપ પ્રમુખ મામદભાઈ જત, માનવ અધિકાર પાર્ટી ના રામજી ભાઈ આમના, બિ.એસ.પી ના લખુભાઈ વાઘેલા, ધીરુભાઈ શ્રી માળી, ડી.એલ. મહેશ્વરી, ધર્મેન્દ્ર ભાઈ રોશિયા, મણિલાલ ભાઈ અબચુગ, લક્ષ્મીબેન મહેશ્વરી, આશાબેન, ભરત ભાઈ ભટ્ટી, દિપક ભાઈ પરમાર સહિત ના આગેવાનો કાર્યકરો હોદેદારો, નવ યુવાનો આ આયોજન માં જોડાયા હતા.રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરી દ્વારા તમામ કર્મશીલોનો આભાર વ્યક્ત કર્યો હતો અને એક ખુલ્લા મંચ પર થી મારો વોટ સંવિધાન વિરોધી પાર્ટી ને તો ક્યારે નહીં અને કારા ચોર ને વોટ આપજો પણ ભાજપ ને તો ક્યારે નહીં એવી જાહેર અપીલ પણ જાહેર જનતા ને કરવામાં આવી હતી. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા ટીમ દ્વારા તમામ ઉપસ્થિતોનો આભાર માનવામાં આવ્યો હતો.