જાણો કચ્છ લોકસભા સીટ પર 3 વાગ્યા સુધી કેટલું મતદાન થયું ?

2,154

ભુજ : આજે 2019 લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબકકાન માટે દેશના 14 રાછયોની 115 લોકસભા બેઠકો પર મતદાન ચાલુ છે. આ સાથે ગુજરાતની 26 લોકસભા બેઠકો પર સવારથી મતદાન શરૂ થયું છે. ભારે તાપમાનના કારણે કચ્છ લોકસભા બેઠક માટે વહેલી સવારે મતદારોએ મતદાન કરવાનું પસંદ કર્યું છે. જેથી સવારના ભાગે મતદાન મથક પર મતદારોની સંખ્યા જોવા મળી હતી. પરંતુ બપોરના સમયે ભારે તડકાના કારણે વધુ પડતા મતદાન મથકો સુમસાન જોવા મળ્યા હતા. ચુંટણીપંચના જણાવેલ આંકડા મુજબ ત્રણ વાગ્યા સુધીમાં કચ્છ લોકસભા સીટનું મતદાન 43.75% જેટલું નોંધાયું છે. જેમાં સૌથી વધુ 50.01% મતદાન મોરબી વિધાનસભામાં જયારે સૌથી ઓછું 37.84% મતદાન રાપર વિધાનસભા વિસ્તારમાં નોંધાયું છે. મતદાનના દિવસે દિવ્યાંગ મતદારોની મદદ માટે ખાસ સ્ટાફ, વ્હીલ ચેર તેમજ વાહનની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી.

3 વાગ્યા સુધી થયેલ મતદાનની વિધાનસભા સીટ મુજબ ટકાવારી

1 અબડાસા : 41.69%
2 માંડવી-મુન્દ્રા : 41.89%
3 ભુજ : 46.72%
4 અંજાર : 46.29
5 ગાંધીધામ : 40.89%
6 રાપર : 37.84%
7 મોરબી : 50.01%

Get real time updates directly on you device, subscribe now.