રેલીની મંજુરી ન મળતા વાયરલ અશ્લીલ ઓડીયો ક્લીપ મામલે કાર્યવાહીની માંગ સાથે કોંગ્રેસે આપ્યો આવેદન

1,357

અંજાર : ચૂંટણી દરમ્યાન અંજારના ધારાસભ્ય અને રાજયમંત્રી તેમજ અંજાર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને ગાંધીધામના પૂર્વ નગરસેવીકા સહિત અન્ય મહિલાઓ સાથે 11 જેટલી અશ્લિલ વાતચીતની ઓડીયો કલીપ વાયરલ થયેલ. જે બાબતે આજે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનમાં જણાવ્યું છે કે આ ઓડીયો કલીપમાં આરસપરસ જે નામોનો ઉલ્લેખ કરાયો છે તે સાંભળીને કચ્છની જનતા સતબ્ધ થઇ ગઇ છે. અને માથું શરમથી જુકી ગયું છે. કચ્છ જિલ્લામાં અવારનવાર ભાજપનાં નેતાઓ દ્વારા મહિલાઓનું શોષણ કરી તેમનો ગેર ઉપયોગ કરવના કિસ્સાઓ સામે આવયા છે. આવી ઘટનાઓ સભ્ય સમાજ માંથી રાજકીય નેતાઓ પરથી વિશ્વાસ ઉઠી જાય તેવી અને ખૂબજ નીંદનીય છે. માટે આ બાબતે 11 જેટલી વાયરલ ઓડીયો કલીપની FSL તપાસ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. આ ઓડીયોમાં જાહેર થયેલ રાજયમંત્રી તેમજ અંજાર તાલુકા પંચાયતના ઉપપ્રમુખનું તાત્કાલીક રાજીનામુ લેવામાં આવે. આ પ્રકરણે જવાબદાર ભાજપના આગેવાનો અને કાર્યકરોના સભ્યપદ રદ કરવામાં આવે. કચ્છ જિલ્લામાં ભાજપના નેતાઓએ મહિલિઓનુ શોષણ કરી નલીયા કાંડ અને માંડવી કાંડ જેવી ઘટનાઓ થકી સમગ્ર કચ્છને કલંકિત કરેલ છે. જેથી આવી ઘટનાના તમામ જવાબદારો સામે કાર્યવાહિ કરવા આજે કોંગ્રેસે અંજાર મામલતદાર મારફતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદન આપી માંગ કરી છે. આવેદનપત્ર વખતે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વિ.કે. હુંબલ , મહામંત્રી રમેશ ગરવા સહિત કોંગ્રેસી આગેવાનો તેમજ મહિલા અગ્રણીઓ હાજર રહ્યા હતા.

જો કે આ સમગ્ર મામલે આજે સવારે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી માટે અંજાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા મંજુરી માંગવામાં આવી હતી. આ મંજુરી આપવાની તંત્રએ સરકારના દબાણમાં આવી અને કાયદો વ્યવસ્થાનો બહાનું આપી છેલ્લી ઘડીએ ગઇ કાલે રાત્રે ના પાડતાં કોંગ્રેસને આવેદન પત્ર આપવું પડયું હતું. અને આ રેલીનો આયોજન થાત તો મોટી સંખ્યામાં લોકો આવે તાવી પુરી શકયતા હતી. જેથી સાહેબનું સારૂ લગાડવા તંત્રએ મંજુરી ન આપી હોવાનો આક્ષેપ કોંગ્રેસના કાર્યકરોમાંથી ઊઠ્યો છે.

Get real time updates directly on you device, subscribe now.