કોંગ્રેસ પ્રદેશ કારોબારીમાંથી જુમા રાયમાનુ રાજીનામુ : જાણો શું છે કારણ
ગાંધીધામ : મુસ્લિમ સમાજ અગ્રણી અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ મંત્રી હાજી જુમા રાયમાએ પ્રદેશ કારોબારી માથી રાજીનામુ આપી દીધો છે. રાજીનામામાં કોંગ્રેસની જિલ્લા તથા પ્રદેશ કારોબારીમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓને હોદાઓ આપવા બાબતે અન્યાય, નખત્રાણાની ધર્મસભામાં કોંગ્રેસ MLA ની હાજરી તથા સંગઠનમાં કટ્ટરવાદી તત્વો સાથે સાંઠ ગાંઠ ધરાવતા લોકોની વરણી કરાઈ હોવાના મુદે જુમા રાયમાએ નારાજગી વ્યક્ત કરી અને રાજીનામું આપેલ છે. જુમા રાયમાએ જણાવ્યું છે કે પ્રદેશ કોંગ્રેસ કારોબારીમાં કચ્છ મુસ્લિમ યુવા અગ્રણી રફીક મારાને સ્થાન અપાયું જે એક સારી અને આવકારીય વાત છે. પણ મુસ્લિમ વસ્તીની દ્રષ્ટીએ મોટા જિલ્લા કચ્છને પ્રદેશ કારોબારીમાં નહિવત સ્થાન અપાયું છે. પ્રદેશ કોંગ્રેસમાં 30 મુસ્લિમ હોદેદારો માથી 22 અમદાવાદના છે. જયારે કચ્છ જિલ્લામાં મુસ્લિમોની મોટી વસ્તી છતા યોગ્ય સ્થાન અપાયું નથી. તેવી જ રીતે જિલ્લા કારોબારીમાં પણ સલીમ જત જેવા અનેક સક્ષમ આગેવાનોને સ્થાન અપાયો નથી. વધુમાં જણાવાયું છે કે રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી જયારે RSS ની વીચારાધારાનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે તેવા સમયે કચ્છના કટ્ટરવાદી તત્વો દ્વારા નખત્રાણામાં યોજેલ ધર્મસભામાં મુસ્લિમો અને ઇસ્લામ ધર્મ વિરુદ્ધ અભદ્ર ટીપ્પણીઓ થઈ તે વખતે પણ કચ્છના કોંગેસી અગ્રણી હાજર રહ્યા હતા. પણ આ નેતા દ્વારા મુસ્લિમ સમાજ વિરૂદ્ધ ભડકાઉ નિવેદનોનો વિરોધ કરવાની તસ્દી ન લેવાઈ. જે સમાજના 95% વોટ કોંગ્રેસને મળે અને પાર્ટીના નેતાઓ તે સમાજ વિરૂદ્ધ ઉચ્ચારણો સાંભળે તે બાબતે જુમા રાયમાએ દુખ વ્યક્ત કર્યો છે. અને આવા સમયે પાર્ટીમાં રહીને શું કરવું. માટે તેઓ રાજીનામુ આપી રહયા હોવાનું જણાવ્યું છે. તેમજ હાલમાં કચ્છમાંથી લેવાયેલા પ્રદેશ હોદેદારો તેમજ જિલ્લા સમિતિમાં 30% લોકો આવા કટ્ટરવાદી તત્વો સાથે સાંઠગાંઠ ધરાવતા હોવાનો આક્ષેપ પણ કરાયો છે. તેમજ અમુક હોદેદારોના ભાઇ ભાજપમાં છે અને પોતે કોંગ્રેસમાં તો અમુક હોદેદારો કટ્ટરવાદી તત્વો સાથે વ્યવસાયિક ભાગીદાર છે તો અમુક પિતા RSS ની વિચરધારાથી જોડાયેલા છે. આ બાબતે રજૂઆત પણ કરાઇ હોવા છતાં પાર્ટીએ કોઈ કાર્યવાહી ન કરી હોવાનું જુમા રાયમાએ જણાવ્યું છે જેથી તેઓએ રાજીનામું આપ્યું છે. અંતે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું હતું કે મારી વિચારધારા હંમેશા કોંગ્રેસની રહેશે અને હું ભાજપમાં કયારેય જવાનો નથી.