કચ્છમાં મુસ્લિમ સમાજની લાગણી દુભાવવાનો મામલો : અંતે FIR નોંધાતા ધરણા પૂર્ણ
નખત્રાણા : અહીં યોજાયેલા ત્રિશૂળ દીક્ષા મહોત્સવમાં વિશ્વ હિન્દુ પરિષદના કેટલાક નેતાઓ અને વકતાઓ દ્વારા મુસ્લિમ સમાજની લાગણીઓ દુભાય તેવા ભાષણ આપનાર ઈસમો વિરૃધ્ધ એફ આઈઆર નોંધવા મુસ્લિમ સમાજે અનિશ્ચિત સમય સુધી ડીવાય એસપી કચેરીએ ધરણા પર બેસી જતા પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓએ ગંભીર નોંધ લઇ એફ આઈ આર નોંધતા મુસ્લિમ સમાજે ધરણા સમેટી લીધા છે.સત્તાવાર માહિતી મુજબ નખત્રાણા બજરંગ ગ્રાઉન્ડ મધ્યે સભા યોજનાર મહેશ રમેશચંદ્ર હર્ષ રહે. નખત્રાણા તથા આ ધર્મસભામાં કોમી ઉશ્કેરાટ ફેલાવનાર વકતાઓ વિરુદ્ધ પોલીસે આઈપીસીની કલમ 295-A અને 153-A મુજબ એફ આઈ આર નોંધાતા નખત્રાણા ડીવાય એસપી કચેરી સામે મુસ્લિમ સમાજે ધરણા પૂર્ણ કર્યા હતા.અનવર દાઉદ ચાકી એ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરી છે.અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતીના પ્રમુખ ઈબ્રાહીમ હાલેપોત્રાએ સત્તાવાર પોલીસ ફરીયાદ અંગે વિગતો જાહેર કરી હતી.