હમિદ ભટ્ટી હુમલા પ્રકરણમાં બાર જણા સામે FIR
ભુજ : શહેરના પૂર્વ નગરસેવક મુસ્લિમ સમાજના યુવા અગ્રણી હમીદ અહેમદ ભટ્ટી પર ગઇ કાલે કચ્છ યુનિવર્સિટીમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલ હમીદ ભટ્ટીને સારવાર માટે ખસેડાયા હતા. આ પ્રકરણે મોડી સાંજે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે હમીદ ભટ્ટી ના ડ્રાઇવર ઇમરાન મોહમ્મદ બકાલીએ આપેલ ફરિયાદ પરથી બી ડિવિઝન પોલીસે બાર જણા વિરુદ્ધ FIR નોંધી છે. FIR માં જણાવ્યા મુજબ ભુજ શહેરના કેમ્પ એરિયામાં રહેતા સલીમ અનવર માંજોઠીની બહેન રૂકશાના માંજોઠીની હત્યા થયેલ તે હત્યાનો ભેદ ઉકેલવા હમીદ ભટ્ટીએ સલીમ માંજોઠીને સાથ આપેલ જેનું મન દુઃખ રાખી આ હુમલો કરાયો છે. હુમલામાં આરોપીઓએ હમીદ ભટ્ટીને પેટના ભાગે તેમજ પગમાં કુહાડી તથા ધારીયા જેવા ઘાતક હથિયાર વડે ગંભીર ઇજાઓ પહોંચાડેલ છે. તેમજ ફરિયાદી ઇમરાન બકાલીને પાઇપ વડે મુંઢ માર તેમજ સાહેદ પરમીન્દરને તલવાર વડે ઇજાઓ પહોંચાડેલ છે. આ પ્રકરણે પોલીસે આરોપી રઝાક બાફણ, ઇમરાન માંજોઠી, મુજાહીદ હીંગોરજા અને મોહસીન ગાંધી સાથે 8 અજાણ્યા શખ્સો વિરૂદ્ધ IPC કલમ 307, 143, 147, 148, 149, 323, 324 તેમજ જીપી એકટ 135 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરાઈ છે.