ભુજના પૂર્વ નગરસેવક હમીદ અહેમદ ભટ્ટી પર જીવલેણ હુમલો
ભુજ : શહેરના પૂર્વ નગરસેવક હમીદ અહેમદ ભટ્ટી પર ફરી એકવાર જાનલેવા હુમલો થયો છે. કચ્છ યુનિવર્સીટીમાંથી પરીક્ષા આપી અને બહાર નીકળેલા હમીદ ભટ્ટી પર 15 જણાએ છરી, તલવાર વડે જાનલેવા હુમલો કર્યો હતો. આ હુમલા બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા હમીદ ભટ્ટીને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. અગાઉ પણ તેમના ઘર પર ફાયરીંગની ઘટના બની હતી. આજે થયેલો હુમલો કોણે કર્યો અને શા માટે થયો તે હજી સ્પષ્ટ થઈ શકયું નથી.આજે સવારે કચ્છ યુનિવર્સટી ખાતે એક્સટર્નલ પરીક્ષા આપવા ગયેલા પૂર્વ નગરસેવક હમીદ ભટ્ટી ઉપર એકાએક હથિયારોથી સજ્જ ટોળાએ છરી, તલવાર સાથે હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.હુમલાખોર ટોળાનો હમીદ ભટ્ટીએ પ્રતિકાર કર્યો હતો પરંતું પૂર્વ યોજીત આ હુમલામાં ટોળું મોટું હોવાથી અને સામાવાળા જૂથ પાસે ઘાતક હથિયારો હોવાથી તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.ઈજાગ્રસ્ત હમીદ ભટ્ટીને એકોર્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.વધુ સત્તાવાર વિગતો પોલીસ જાહેર કરશે, હમીદ ભટ્ટીના પિતા અહેમદ ભટ્ટી આ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજનાર હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.