કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા કોગ્રેસ કાર્યકરોની માગ
ભુજ: ગત તા.13-3ના રોજ એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરા સામે ગંભીર આક્ષેપ કર્યા હતા.સ્મૃતિ ઈરાનીએ કરેલા આક્ષેપોમા તથ્ય છે કે નહી તે તપાસનો વિષય છે, પરંતુ તેમના નિવેદનને લઈ કોંગ્રેસ કાર્યકરોના રોષ ફેલાયો છે.ગાંધી પરિવાર પર થયેલ ભ્રષ્ટાચારના આક્ષેપ બાદ રોબર્ટ વાડરા તપાસ એજન્સીઓ સમક્ષ હાજર પણ થઈ ચૂકયા છે,દરમ્યાન સ્મૃતિ ઈરાનીએ કરેલી પ્રેસ કોન્ફરન્સ બાદ કોગ્રેસ કાર્યકરોમાં રોષ ફેલાઈ ગયો છે.કચ્છ કોગ્રેસના યુવા મહિલા અગ્રણી અંજલિ ગોર અને જિલ્લા કોંગ્રેસ કાર્યાલય મંત્રી ધીરજ ગરવાએ પશ્ચિમ કચ્છ એસપીને આપેલી લેખિત અરજીમાં જણાવ્યું છે કે કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વિરુદ્ધ વાહિયાત અને બદનક્ષીકારક શબ્દોનો ઉપયોગ કર્યો છે,જેના કારણે દેશના કરોડો કોંગ્રેસી કાર્યકરોની સાથે તેમની લાગણી દુભાઈ છે.તેથી ઈન્ડિયન પીનલ કોડની કલમ મુજબ પોલીસ ફરિયાદ દાખલ કરવા તેમણે માંગ કરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ ફિલ્મ પદમાવતિ અંગે એક નિવેદનને લઈને સ્મૃતિ ઈરાની સામે રોષ જાગ્યો છે.વિવાદ, સ્મૃતિ ઈરાની અને કચ્છ વચ્ચે જાણે જૂનો નાતો હોય તેમ કચ્છમાં કેન્દ્રીય મંત્રીનું નિવેદન ફરી ચર્ચામાં આવ્યું છે.