કચ્છના બનાવટી ચોકીદારોના ઈતિહાસ તપાસવા જરૂરી : વી.કે.હુંબલ
ભુજ: કચ્છ ભાજપના નેતાઓ અને લોકસભાના ઉમેદવાર સહિત કાર્યકરોમાં પોતાના નામ આગળ “ચોકીદાર “લખવાની હોડ જામી છે, ત્યારે જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી.કે.હુંબલે કચ્છ ભાજપના નેતાઓ સામે વેધક સવાલો ઉઠાવતા જણાવ્યું કે કચ્છ ભાજપના બનાવટી ચોકીદારોથી કચ્છની જનતા સાવધ રહે. સાધુના વેશમાં રાવણે જે રીતે સીતાજીને છેતર્યા તેવી રીતે જ બનાવટી ચોકીદારો કચ્છની જનતાને છેતરવા નિકળ્યા છે.આ ચોકીદારોના ઈતિહાસની તપાસ કરવી જોઈએ. કચ્છ ભાજપના કોઈ બનાવટી ચોકીદારો પાસે 200-300 ટ્રકનો કાફલો છે, તો કોઈ ચોકીદાર પાસે હજારો એકર જમીન છે.કોઈ ચોકીદાર કંપનીના ભાગીદાર છે તો કોઈ ચોકીદાર કચ્છની ગૌચર જમીન ઓળવી ગયા છે.કંડલા પોર્ટના કૌંભાડમાં પણ કચ્છ ભાજપના ચોકીદારની મીલીભગત પણ જગજાહેર છે.કંડલા ફ્રી હોલ્ડના પ્રશ્નો, અંતરિયાળ ગામોમાં નર્મદાનું પાણી, વગેરે મુદ્દે કચ્છના ચોકીદાર નિષ્ફળ નિવડ્યા છે તેવો આક્ષેપ કચ્છ જીલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે.હુંબલે કર્યો છે.