“હોટલ ફર્ન”માં ભાજપની સેન્સ પ્રક્રીયા : અપેક્ષિતોમાં કચવાટ
ભુજ : ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને અનુલક્ષિને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરુ કરવામાં આવેલ છે આ પ્રક્રિયાના ભાગરુપે કચ્છ-મોરબી લોકસભાની સીટ માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ પ્રક્રિઆની શરુઆત થતાં જ વિવાદમાં ઘેરાઈ છે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. વિવાદનું મૂળ કારણ છે “હોટલ ફર્ન”. આમ તો ભાજપના નાના-મોટા કાર્યક્રમો માધાપરના યક્ષ મંદીર સંકુલમાં થતા હોય છે. પરંતુ આ વખતે જિલ્લા ભાજપ કાર્યાલયને ‘દૂર’ રાખી “હોટલ ફર્ન” પર પસંદગીનો ઘડો ઢોડાતા અપેક્ષિતોમાં કચવાટ ફેલાયો છે. માધાપરની આ હોટલ ફર્ન શરુઆથી બાંધકામના નિયમોને લઈને વિવાદમાં રહેલ છે અને તે અંગેના અહેવાલો પણ વર્તમાનપત્રોમાં પ્રકાશિત થયા છે જેમાં સીધી રીતે ભાજપના મોટા ગજાના નેતાની સંડોવણી હોવાનાનું જણાવવામાં આવેલ. જો અખબારી અહેવાલોને ધ્યાને લઈએ તો આ સેન્સની પ્રક્રિયા યક્ષ મંદીરના વિશાળ સંકૂલની બાદબાકી કરી જીલ્લા ભાજપ કાર્યાલયને ‘દૂર’ કરી વિવાદાસ્પદ “હોટલ ફર્ન” મધ્યે ખસેડી પાતનું હીત સાધવા માટે આ ‘નેતાજી’નો હાથ અદ્ધર રહ્યો છે જે સ્પષ્ટ જોઈ શકાય છે અને લગભગ ઉમેદવાર પણ ‘એ’ મુજબના જ નક્કી થાય તો નવાઈ નહીં. આ સમગ્ર બાબતે અપેક્ષીતોમાં ભારોભાર અસંતોષ વ્યાપ્યો હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. આવનારા દીવસો જ બતાવશે કે શિસ્તબદ્ધ કહેવાતા પક્ષની સેન્સ પ્રક્રીયાની કેટલી પારદર્શિ અને તટસ્થ છે.