લઘુમતીઓ માટે બજેટમા 5940 કરોડની ફાળવણી કરવા MCC ગુજરાતની મુખ્યમંત્રી સમક્ષ માંગ
અમદાવાદ : માઇનોરીટી કોઓર્ડીનેશન કમીટી(MCC) ગુજરાત દ્વારા ગુજરાત રાજયના આગામી બજેટમાં લઘુમતીઓ માટે નાણા ફાળવવા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી માંગણી કરવામાં આવી છે. MCC દ્વારા જણાવાયું છે કે ગુજરાતમાં લઘુમતી સમાજ મુખ્ય ધારાથી બહુ પાછળ છે. બજેટમાં સમુદાયની 11.6% વસ્તીના વિકાસ અને રક્ષણ માટે કોઈ નક્કર આયોજન કરવામા આવતો નથી.
જેના કારણે રાજયનો લઘુમતી સમાજ વધુને વધુ પછાત થતો જાય છે. માટે MCC દ્વારા ગુજરાતમા પ્રથમ વખત એક સંવાદનો આયોજન કરવામા આવ્યું જેમા હાજર દરેક સાથીઓ એ પોત પોતાની વાત રજુ કરી અને સર્વ સંમતિથી 5940 કરોડ રૂપિયા ગુજરાતના આગામી બજેટમાં ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ સંવાદમાં મુજાહીદ નફીસ, નેલ્સન ખ્રિસ્તી, રવીન્દ્ર બગા, શકીલ શેખ, દાનિશ ખાન, નુરજહાં અન્સારી અને જ્હોન ડાયસ વગેરે હાજર રહ્યા હતા.