ફલાહુલ મુસ્લિમીનના ધરણા: કાદરશા સૈયદની અટક, કલેકટરને આવેદન પત્ર

5,669

ભુજ: આજે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ નિમિત્તે કચ્છમાં પોલીસ તંત્ર દ્વારા મુસ્લિમ સમાજના યુવાનો વિરૂધ્ધ કાયદાનો દુરૂપયોગ થતો હોવાના આક્ષેપ સાથે પ્રતિક ધરણાનું આયોજન કરાયું હતું.આજે સવારે કચ્છના વિવિધ વિસ્તારોમાંથી મુસ્લિમ સમાજના યુવાનો એકત્ર થયા હતા.ધરણાની મંજૂરીને લઈને ગુંચવણભર્યા માર્યા માહોલમાં ફલાહુલ મુસ્લિમીન સંસ્થાના નેજા તળે ધરણા જારી રખાયા હતા.ધરણામાં અખિલ કચ્છ મુસ્લિમ યુવા સંગઠનના સંયોજક કાદરશા સૈયદ પણ હાજર હતા.કોઈ કારણોસર કાદરશા સૈયદ ધરણા સ્થળથી થોડા દૂર નિકળતા ત્યાં તૈનાત પોલીસ જવાનોએ તેમની અટકાયત કરતા એક તબક્કે ધરણાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.જોકે, આગેવાનોએ સંયમ જાળવવાની અપીલ કરતા ધરણા રાબેતા મુજબ શાંતિપૂર્વક પૂર્ણ કરીને જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.ત્યાર બાદ ઉપસ્થિતોને સંબોધિત કરતા લખપતના યુવા અગ્રણી હુશેન રાયમાએ કાદરશા સૈયદની અટકાયતને વખોડી હતી. આ સમયે મોહસિન હિંગોરજા, લખપતના યુવા અગ્રણી હુશેન રાયમા,અલીમામાદ જત, અલીમામદ હિંગોરજા,ફકીરમામદ કુંભાર,શકીલ સમા,મામદ લાખા,બામસેફના હીરજી સીજુ, તેમજ વિવિધ મુસ્લિમ સમાજના સંગઠનોના કાર્યકર હાજર રહ્યા હતા.કાદરશા સૈયદની અટકાયત બાબતે અનેક તર્ક વિતર્ક ફેલાયા હતા.

Get real time updates directly on you device, subscribe now.