નરેન્દ્ર મોદી દેશના પહેલા એવા પ્રધાનમંત્રી કે જેમણે આધુરા પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું : વી. કે. હુંબલ
ભુજ : કચ્છમાં 30/9 ના અંજારમાં G.S.P.G ગેસ પાઈપ લાઈન પ્રોજેક્ટનું લોકાર્પણ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું જેમાં કરોડોના ખર્ચ કરી માત્ર પોતાની સરકારનું પ્રચાર પ્રસાર કરવામાં આવેલ છે. કચ્છમાં મુન્દ્રાથી અંજાર 67 કિલોમિટર ગેસ લાઇનનું લોકાર્પણ કરવામાં આવ્યું તે કામ અધુરો હોવાનો આક્ષેપ કચ્છ જિલ્લા પંચાયત વિપક્ષીનેતા વી.કે. હુંબલ દ્વારા કરવામાં આવ્યો છે. આ લોકાર્પણની વિપક્ષી નેતા દ્વારા ચાંદ્રોડા સીમમાં સ્થળ મુલાકાત લેતા અનેક જગ્યાએ આ કામ અધુરો છે. આ લાઇનમાં આવતા ઘણા ખેડુતોને આજદિન સુધી વળતર પણ મળ્યું નથી. આજદિન સુધી ગેસ પાઈપ લાઇનનું ટેસ્ટીંગ પણ નથી થયું તેમજ આખી લાઇનમાં ઓ. એસ. બી. કેબલ નાખવાનું હોય છે. જેના મારફતે આખી ગેસ પાઇપ લાઇનનું મોનીટરીંગ ગાંધીનગર ઓફીસેથી કરવામાં આવે છે. આ કામગીરી પણ હજી બાકી છે. તે સિવાય વિપક્ષી નેતાએ જણાવ્યું કે હજુ વિદેશી ગેસ આવતા એક મહિના જેટલો સમય લાગે તેમ છે. ત્યાર બાદ હાઇડ્રો ટેસ્ટીંગ કરવાનું હોય તે કામગીરી પણ બાકી છે. આજ દિવસ સુધીના ઇતિહાસમાં કોઇ પ્રધાનમંત્રીએ અધુરો પ્રોજેકટ હોય કે વિવાદ હોય તેવા પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું નથી. આ બાબતમાં નરેન્દ્ર મોદી પહેલા વડાપ્રધાન છે. વડાપ્રધાને માત્ર 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રજાના પૈસાનો ધુમાડો કરી અને પ્રજાને ગુમરાહ કર્યા તેમજ પ્રજાના ટેક્ષના પૈસાનો દુરુપયોગ કરી ખોટા તાયફા કર્યા હોવાનો આક્ષેપ વિપક્ષી નેતા દ્વારા અખબારી યાદીમાં કરવામાં આવ્યો છે.