સજીવ ખેતી પર બનેલી ફિલ્મ “જાગ્યા ત્યારથી સવાર” ભારતના કૃષિ રાજયમંત્રીએ જોઇને શું પ્રતિભાવ આપ્યો ? જાણો
માધાપરના શ્રીરામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા સજીવ ખેતી પર બનેલી ભારતની પ્રથમ ગુજરાતી ફિલ્મ ’જાગ્યા ત્યારથી સવાર’ ભારત સરકારના કૃષિ રાજયમંત્રી શ્રી પરસોતમભાઇ રુપાલાએ ૩ ઓકટોબરના ગાંધીનગર ખાતે નિહાળી હતી. તેમણે પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું કે, ખેતી વિષય પર સાચું શિક્ષણ મનોરંજનના માધ્યમથી આપતી આ ફિલ્મ જોઇ ખૂબ આનંદ થયો છે. તેમણે આ ફિલ્મ દરેક કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા દરેક ખેડૂતોને બતાવાય તે જરુરી છે. આ ફિલ્મ વધુ ને વધુ લોકો જોવે તેવી અપીલ પણ કરી હતી. ખાસ કરીને ખેડૂતો આ ફિલ્મ સહપરિવાર જોશે તો તેને મનોરંજનની સાથે સાચું માર્ગદર્શન મળશે. કારણકે આ ફિલ્મમાં કમ્પોસ્ટ ખાતર, જીવામૃત, નીમાસ્ત્ર, છાસામૃત, ટપક સિંચાઇ વગેરે જેવા અનેક મુદાઓ પ્રેકટીકલી બતાવાયા છે તેવું રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે.