દિનદયાલ પોર્ટમાંથી 891 ટન જોખમી રાસાયણિક કચરો (ઓઇલી સ્લોપ) ઝડપાયો
ગાંધીધામ : ફ્રેંડસ એન્ડ ફ્રેંડસ સોલ્ટ વર્ક એન્ડ એલાઇટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જોખમી રાસાયણિક કચરાને ચેન્નઇ પોર્ટ ટ્રસ્ટમાંથી લાવી FSWAI ટર્મિનલ ખાતે સ્ટોર કરેલ હતો. જે બાબતે કંડલા જુથ માછીમાર સહકારી મંડળી લી. એ ગેરકાયદેસર રીતે જોખમી રાસાયણિક કચરાના વહન અને ટર્મિનલમાં સંગ્રહ કરવા બાબતે ફરિયાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કરી હતી. જે સંદર્ભે બોર્ડ દ્વારા તપાસ કરાતા 891 ટન જેટલો સ્લોપ વેસ્ટ FSWAI ટર્મિનલ ખાતે સ્ટોર કરેલ મળી આવ્યો હતો. આ વેસ્ટ બંદર જેટ્ટી ખાતે ઉતારી ફ્રેંડસ એન્ડ ફ્રેંડસ સોલ્ટ વર્ક એન્ડ અલાઇડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા FSWAI ટર્મિનલમાં સ્ટોર કરેલ હોવાનું જણાઈ આવ્યું હતું. આ બાબતે પોલ્યુશન કંટ્રોલ બોર્ડે તપાસ અંતે કંપનીને 10-10-18 ના કલોઝર નોટીસ ફટકારવામાં આવી છે. આ સામે કંડલા જુથ માછીમાર સહકારી મંડળી દ્વારા અનેક સવાલો ઉભા કરવામાં આવ્યા છે.
આ કચરો ગેરકાયદેસર રીતે એક પોર્ટ થી બીજા પોર્ટ સુધી વગર મંજુરીએ કેવી રીતે આવ્યો ?
જયાં કોઈ જોખમી કચરાની પરવાનગી નથી ત્યાં આ કચરો પોર્ટ પરથી DTP ની મંજુરી વિના ટર્મિનલ પર કેવી રીતે પહોચ્યો ?
આ કચરો પોલ્યુશન બોર્ડની જાણ બહાર કેવી રીતે આવ્યો તેનું મુળ ઉત્પાદન સ્થાન કયાં છે ?
આ તમામ સવાલોના જવાબ આપવા પોલ્યુશન બોર્ડ સમક્ષ તપાસની માંગ કરવામાં આવી છે. તેમજ આ વણ નોંધાયેલ કચરાને બિનઅધિકૃત રીતે દરીયા કે અન્ય સ્થાને ન નાખી આ કચરાને ધારા ધોરણ મુજબ નિકાલ કરવા માંગ કરાઇ છે. દિનદયલ પોર્ટ, ચેન્નઈ પોર્ટ અને જે જહાજ દ્વારા અહિં આ કચરો લઈ આવવામાં આવ્યો છે. તે જહાજ, FSWAI ટર્મિનલ અને કંપની સામે સખત દંડનીય કાર્યવાહી કરવા કંડલા જુથ માછીમાર સહકારી મંડળી દ્વારા માંગ કરવામાં આવી છે.