ઓન લાઇન દવા વેંચાણ બાબતે સરકાર સામે મેડીકલ ધારકો ખફા : આવતી કાલે મેડિકલો રહેશે બંધ
ભુજ : સરકાર દ્વારા ઓનલાઇન દવા વેચાણ શરૂ કરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ઓનલાઇન દવાના વેંચાણના સરકારની વિચારણા વિરુદ્ધ નારજગી દર્શાવવા આવતી કાલે સમગ્ર દેશના મેડિકલ સંચાલકોએ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ એલાનને કચ્છ કેમિસ્ટ કાઉન્સિલે સમર્થન આપી આજે હોટેલ ઇલાર્ક મધ્યે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સાથે વાત કરતા કાઉન્સિલ ના હોદેદારોએ જણાવ્યું કે આ ઓનલાઇન દવા વેંચાણ ચાલુ થશે તો દવાની ક્વોલીટી જળવાશે નહિં તેમજ લોકોના આરોગ્ય પર અસર પડશે. લોકો પોતાની તબિયત ખરાબ થતા ડોક્ટર પાસેથી ચેકપ કરાવ્યા વગર દવા લે છે જેને સેલ્ફ મેડીકેશન કહેવાય આ બાબતે સરકાર પણ મનાઈ કરે છે પણ ઓનલાઈન દવા વેંચાણ થશે તો સેલ્ફ મેડીકેશન વધી જશે અને તેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. જયારે મેડીકલ વાળાને દવાઓ ખરીદ વેચાણમાં ડ્રગ કંટ્રોલના નિયમો લાગુ પડે છે પણ ઓનલાઈન વેંચાણ પર કોઈ પ્રકારના નિયમો લાગુ પડતા નથી જેના કારણે લોકોને નશાકારક દવાઓ તેમજ એબોર્શનની દવાઓ સહેલાઇ થી મળી શકે છે. સરકાર જયારે ‘બેટી બચાવો’ ની દિશામાં કામ કરવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે ત્યારે ઓબોશનની દવાઓ જે પ્રતિબંધિત છે. ગાયનેક ડોક્ટરને યોગ્ય લાગે તો જ આ દવા કોઈ પેસન્ટને આપી શકાય એવી દવાઓ ઓનલાઈન મળી રહેશે તો ‘બેટી બચાવો’ નો સૂત્ર કેવી રીતે સાર્થક થશે ? તેવો સવાલ ઉભો થાય છે. આખા દેશમાં 9 લાખ જેટલી મેડિકલો છે અને તેમાં કામ કરતા અંદાજીત 36 લાખ લોકોની રોજગારી પર અસર થઈ શકે છે. માટે લોકોના સ્વાસ્થ્ય પર અસર કરતી તેમજ લાખો લોકોની રોજગારી પર અસર કરતી આ ઓનલાઇન દવા વેચાણની યોજનાના વિરોધમાં આવતી કાલે તા. 28/9 ના મેડીકલ એસોસીએશન દ્વારા અપાયેલ ભારત બંધના એલાનને કચ્છ કેમિસ્ટ કાઉન્સિલ સમર્થન આપે છે તેવું હોદેદારોએ જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું કે આવતી કાલે તમામ મેડિકલ સ્ટોર બંધ રહેવાના કારણે લોકોએ જરૂર પડતી દવાઓ આજે લઇ લેવી જેથી કાલના દિવસમાં કોઈ દર્દીને અસુવિધા ન થાય તેમજ ડોક્ટરોને પણ આ બાબતે જાણ કરી દેવામાં આવી છે અને એક દિવસ લોકોને મુશ્કેલીઓ પડશે તે માટે ક્ષમા પણ હોદેદારોએ માંગી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં સંસ્થાના હોદેદારો જયપ્રકાશ પાઠક, કિરીટ પલણ, નિતીન ચંદન, મિતેશ ઠક્કર અને પરેશ ડોડીયા હાજર રહ્યા હતા.