નકલી નોટો આપવાના નામે ઠગાઇનો કારશો કરતી ગેંગનો પર્દાફાસ કરતી પશ્ચિમ કચ્છ LCB

1,982

ભુજ : ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક રવી તેજા વાસમસેટ્ટી પશ્ચિમ કચ્છ ભુજનાઓને જાગૃત ફરીયાદી દિપકગીરી ગોવિંદગીરી ગૌસ્વામી, રહે.ગામ કુકમા, તા.ભુજ વાળાની રજુઆત અનુસંધાને તેઓ સાહેબશ્રીના સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ઔસુરા નાઓએ જરૂરી વર્કઆઉટ કરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી એમ.બી.ઔસુરા તથા એલ. સી.બી. સ્‍ટાફના સભ્યો ફરીયાદીને સાથે રાખી પંચો સાથે ભુજ ખાતે હોટલ પ્રીન્સની બાજુની ગલીમાં છટકુ ગોઠવતા ફરીયાદી પાસેથી રૂપીયા ૧ લાખ લઇ ડબલમાં નકલી નોટો આપવાનુ કહી છેતરપીંડી કરવા આવતા આરોપીઓ (૧) અલ્લાના ઇસાક સમા, ઉ.વ.૪૦, રહે.હાલે શાંતિનગર, સરપટનાકા બહાર, ભુજ, મુળ ગામ- ધોરાવર, તા.ભુજ (ર) સોએબ અબ્દુલ્લા સમેજા, ઉ.વ.૩૬, રહે.ગાંધીનગરી, ભુજ, મુળ ગામ- ભોજરડો, તા.ભુજ વાળાને રૂપીયા ૮,૮૭૦/- રોકડા તથા ૩ મોબાઇલ ફોન કિ.રૂા.૩૦૦૦/- તથા એક મો.સા. કિ.રૂા.૨૦,૦૦૦/- ની સાથે ઝડપી ત્રીજા આરોપી તૈયબ ઇબ્રાહીમ સમા, રહે.શેખપીર પાસે સમાને એક મોબાઇલ ફોન કિ.રૂા.૫૦૦/- સાથે ઝડપી પાડી નકલી નોટો આપવાના બહાને નવતર પ્રયોગ થી છેતરપીંડી કરતી ગેંગનો પર્દાફાસ કરેલ છે. આ કામેના ફરીયાદી કુકમા ગામે બસસ્ટેશન પાસે મોબાઇલ રીપેરીંગની દુકાન ધરાવે છે. જયાં તા.૩૧/૦૮/૨૦૧૮ ના રોજ સવારના ક.૧૧-૦૦ વાગ્યે આરોપી નં.૩ વાળો આવેલો અને લાભ-લાલચની વાતો કરી પોતે તથા પોતાના મિત્રો નકલી નોટોનો ધંધો કરે છે. લાખ રૂપીયામાં બે લાખની નકલી નોટો આપીએ છીએ, અને ધંધામાં સારો ફાયદો છે. તેવી વાતો કરતા ફરીયાદીએ આરોપીનું પારખુ લેવા હા પાડતા જેથી આરોપી નં.૧ વાળા સાથે ફરીયાદીને મોબાઇલ ફોન ઉપર વાત કરાવેલ તે બાદ આરોપી નં.૧ વાળાએ તા.૦૧/૦૮/૨૦૧૮ ના રોજ સવારના ક.૧૧-૦૦ વાગ્યે ફોન કરી કહેલ કે, તમારે ખરાઇ કરવી હોયતો ભુજ આવી મારી પાસેથી નમુના રૂપે રૂા.૫૦૦/- ની નકલી નોટ લઇ જાવ તેમ કહી ફરીયાદીને ભીડ જકાત નાકા પાસે બોલાવી આરોપી નં.૩ વાળાને મોકલી એક પ૦૦ ની ખરેખરની અસલી નોટ બનાવટી છે. તેમ સમજાવી ફરીયાદીને આપવામાં આવેલ જેથી ફરીયાદીએ ચકાસતા નોટ અસલી હોઇ, અને આ ગેંગ ભલા ભોળા લાલચુ માણસોને બનાવટી નોટો ડબલમાં આપવાનુ કહી રૂપીયા પડાવતા હોય તેમ ફરીયાદસને ચોકકસ જણાઇ આવતા જેથી ફરીયાદસએ જાગૃતતા બતાવી સીધો ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી રવી તેજા વાસમશેટ્ટી સાહેનો સંપર્ક કરેલ અને ઉપરોકત સગળી હકીકત જણાવેલ જે ફરીયાદીની હીકકતથી આ છટકુ ગોઠવી આ ત્રણે આરોપીઓને એલે.સી.બી. પોલીસે ઝડપી આ ગેંગનો પર્દાફાસ કરી ફરીયાદીની ફરીયાદ લઇ ભુજ શહેર એ ડી.વી. પો.સ્ટે.માં ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Get real time updates directly on you device, subscribe now.