પવનચક્કીના કારણે વન્ય સંપદાને થતા નુકસાનને અટકાવવા પર્યાવરણ પ્રેમીઓને જાગૃત થવા MLA પી. એમ. જાડેજાની અપીલ

613

ભુજ : બે દિવસ અગાઉ રાષ્ટ્રીય પક્ષી મોરનું પવનચક્કીના વાયરમાં વીજ શોકની મૃત્યુ થયું હતું. જે બાબતે આજે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ અન્ય આગેવાનો સાથે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. પ્રદ્યુમનસિંહ જાડેજાએ રજૂઆતમાં જણાવ્યું છે કે હાલમાં પવનચકકીઓ દ્વારા કચ્છમાં વન્ય સંપદા અને પર્યાવરણને ભયંકર રીતે નુકશાન થઈ રહ્યું છે. ત્યારે જંગખાતા દ્વારા સાથે રહીને 500 વર્ષ જુના વૃક્ષો કાપવી રહયો છે. જે મોટામાં મોટું ભ્રષ્ટાચાર છે. માટે સહુ પર્યાવરણ પ્રેમીઓને જણાવવાનું કે પવનચકકીઓને આડેધડ મંજુરીના કારણે પવનચકકીઓ દ્વારા વન્યસંપદા વૃક્ષો, પશુ પક્ષીઓને મોટા પ્રમાણમાં નુકશાન કરવામાં આવી રહ્યું છે. આપણે ફક્ત ચકલીઘર અને પક્ષીઘરનું વિતરણ કરવાથી આપણું પર્યાવરણ આ પવનચકકીઓ સામે ટકી રહેવાનું નથી. કોઈ ગરીબ મજુર ગાંડા બાવળને કાપી કોલસો બનાવી પોતાનું પેટીયું રડતો હોય તેને જંગલ ખાતા દ્વારા 50 હજાર જેટલું મોટું દંડ કરવામાં આવે છે. તો 500 વર્ષ જુના વૃક્ષોને કપાતા જંગલખાતું અટકાવતો કેમ નથી.

શ્રી જાડેજાએ જણાવ્યું કે અખબારના માધ્યમથી જાણવા મળેલ કે પવનચકકીઓની આડઅસર થી કેનેડા જેવા દેશમાં વરસાદ પડતો નથી તેમજ લાંબા ગાળે આરોગ્ય પર પણ અસર થાય છે. જો હવે આપણે જાગૃત નહીં થઇએં તો કચ્છમાં આમેય થોડા સમયથી વરસાદ ઓછો પડે છે. તેમાય પવનચકકીઓ દ્વારા વૃક્ષોનું નિકંદન કરવામાં આવશે તો ઠામુકો વરસાદ નહીં પડે અને આપણી આવનારી પેઢીના આરોગ્ય પર આસર થશે. જો તંત્ર પવનચકકીઓને દરિયા કાંઠે કે રણ વિસ્તારમાં લગાડે જયાં મીઠી ઝાડી કે વૃક્ષો નથી થતા પણ જયાં વન્યસંપદા અને રાષ્ટ્રીય પક્ષીઓને નુકશાન થતું હોય ત્યાં પવનચકકીઓ સ્થાપવામાં ન આવે તેવી તંત્રને અપીલ છે. તેમજ પર્યાવરણ પ્રેમીઓને પર્યાવરણ અને વન્યજીવોને બચાવવા જાગૃત થઈ લડતના સહભાગી થવા અનુરોધ છે. તેમજ પવનચક્કીઓ ની બેદરકારી થી રાષ્ટ્રીયપક્ષી મોર ની હત્યા થયી છે જે ઘટના ખૂબ જ દુઃખદ અને નિંદનીય ગણાવી હતી. સંપૂર્ણ રીતે રાષ્ટ્રીયપક્ષી મોર ને રાષ્ટ્રીય સન્માનથી દફનવિધિ તેમજ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સમગ્ર કચ્છભરમાંથી સૌ કચ્છપ્રેમીઓ, પર્યાવરણ પ્રેમીઓ, રાષ્ટ્રપ્રેમીઓ, સૌ સંગઠનોએ આ રાષ્ટ્રપક્ષી ના સન્માન માં અંજલિ આપી.

Get real time updates directly on you device, subscribe now.