કેરાલા અસરગ્રસ્તો માટે કચ્છની સામાજીક સંસ્થા દ્વારા વધુ ૧૬ ટન સામગ્રી મોકલાઇ

298

ભુજ : કેરાલા રાજયમાં આવેલી કુદરતી આફતથી અસરગ્રસ્ત લોકો માટે કચ્છની વિવિધ સંસ્થાઓ-કંપનીઓ દ્વારા કચ્છથી વધુ ૧૬ ટન જેટલી ચીજવસ્તુઓ આજે વાયા ગાંધીધામ-તિરૂનેલવેલી હમસફળ એકસપ્રેસ ટ્રેન નં. ૧૯૪૨૪ મારફતે ગાંધીધામથી અલાપ્પુઝા ડિસ્ટ્રીકટ કલેકટરને રાહતસામગ્રી મોકલવા કચ્છના વહીવટીતંત્ર અને સંસ્થાઓના સહયોગથી કાર્ય હાથ ધરાયું હતું. રક્ષાબંધનના પવિત્ર દિવસે ગઇકાલે સ્વામિનારાયણ મંદિરના સાધુ-સંતોની તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત જિલ્લા કલેકટર રેમ્યા મોહનની ઉપસ્થિતિમાં રાહતસામગ્રી ભરેલા વાહનોને હમસફળ એકસપ્રેસ ટ્રેન નં. ૧૯૪૨૪ મારફતે ગાંધીધામથી ખાતે રાહતસામગ્રી પહોંચાડવા રવાના કરાયાં હતા. કેરળ પૂર અસરગ્રસ્તોને શ્રી સ્વામિનારાયણ મંદિર તથા અન્ય સંસ્થાઓ દ્વારા મળેલી સામગ્રીમાં ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ૮ હજાર કીલો તુવેરદાળ અને ૧ હજાર કીલો ચોખા ઉપરાંત માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા ૧૫૦૦ કીલો દુધનો પાવડર, પૂર્વમંત્રી શ્રી તારાચંદભાઈ છેડા સર્વસેવા સંઘ દ્વારા ૨૫૦ કીલો ચોખા,૧૧૫૨ યુનિટ બીસ્કિટ, ૬૦૦ યુનિટ મીનરલ વોટર, અલ્ટ્રાટેક સીમેન્ટ, વાયોર દ્વારા ૬૦૦ યુનિટ દુધનો પાવડર, ઇન્ડિયન મેડીકલ એસો.ભુજ દ્વારા ૧૨ બોક્ષ દવાઓ મોકલવામાં આવી હતી. આ ઉપરાંત કેરળના પુર અસરગ્રસ્તો માટે ગાંધીધામ તાલુકાની સામાજીક સંસ્થાઓ દ્વારા મોકલવામાં આવતી વસ્તુઓની જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર વેલસ્પન ગ્રુપ, અંજાર દ્વારા ડુવેટ કવર, બાથ ટોવલ, ફેસ ટોવલ મળીને ૧૫૦૦ નંગ ઉપરાંત સુઝલોન ગુજરાત વિન્ડપાર્ક દ્વારા ૮૩૦ નંગ બ્લેન્કેટ, ૧૨૦ નંગ સાલ એરિયા અને સુઝલોન સ્ટ્રકચર્સ લીમીટેડ દ્વારા કલીનીંગ મટેરીયલ્સ અને હાઉસહોલ્ડ વસ્તુઓના ૭૧ બોક્ષ રેલ્વે મેનેજર, પશ્ચિમ રેલ્વે ગાંધીધામને ૨૭ ઓગષ્ટના પત્રથી મોકલાઇ હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર રેમ્યા મોહન, રેડક્રોસ ભુજના અરૂણ જૈન, સ્વામિનારાયણ મંદિરના પૂ. પુરાણી સ્વામી સહિત સાધુ-સંતો તેમજ દિલીપભાઈ ત્રિવેદી, ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, સ્વામિનારાયણ મંદિરના શશીકાંત ઠકકર, માતાનામઢ જાગીરના પ્રવિણસિંહ વાઢેર, અભિયાનના વિમલભાઈ મહેતા સહિત સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

Get real time updates directly on you device, subscribe now.