MSV હાઇસ્કૂલ માધાપરના આચાર્ય પાઠકની જમીન ‘પચાવી’ પાડવાના કૌભાંડમાં ધરપકડ
ભુજ : માધાપર MSV હાઇસ્કૂલના આચાર્ય જયંત પાઠકને માનકુવા પોલીસે દહિંસરાની જમીન બોગસ દસ્તાવેજ ઉભા કરી પચાવી પાડી હોવાના આરોપમાં ધરપકડ કરી છે. મળતી વિગત મુજબ ભુજ તાલુકાના દહિંસરા ગામના સર્વે નં. 87/1, 87/2 વાળી જમીન જેના માલિક નેશનલ કન્સટ્રકશન કંપનીના માલિક રમેશ ખીમજી હાલાઇ છે. આ જમીન પચાવી પાડવાના ઇરાદે બોગસ ડોકયુમેન્ટ ઉભા કરયા હતા. આ સંદર્ભે રમેશભાઇ વતી જમીનનું પાવરનામું ધરાવતા ઇન્દ્રજીતસિંહ જે. જાડેજાએ 19-8-2016 ના ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓમાં MSV હાઇસ્કૂલના આચાર્ય જયંત પાઠક, શિવજી હાલાઇ, રતનબેન રવજી લીંબાણી, મહેશ કરસન જીવાણીના નામ છે. જે ચાર પૈકી એક આરોપી જયંત પાઠકની ધરપકડ કરાઈ છે અને કોર્ટમાં રજુ કરાતા 10 જુલાઈ સુધી કોર્ટે રીમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી જયંત પાઠક જે બોગસ દસ્તાવેજ બનાવાયા તેમનાં એકમાં સાક્ષી તરિકે પોતે સહી કરી છે. રિમાન્ડ દરમિયાન વધુ વિગતોનો ખુલ્લાસો થાય તેવી પોલીસને આશા છે. જો કે એક પ્રતિષ્ઠિત શાળાના આચાર્યનું નામ આ પ્રકારના કૌભાંડમાં આરોપી તરિકે બહાર આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.