ભાજપ આગેવાનોને સંડોવતો અંદાજે 500 કરોડ પર પહોંચતો BPL રાશન કાર્ડ કૌભાંડ દેશની અર્થ વ્યવસ્થા માટે કેન્સર સમાન : આદમ ચાકી
ભુજ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પૂર્વ મહામંત્રી આદમ ચાકીએ બોગસ બી.પી.એલ રાશન કાર્ડ બનાવી ભુજમાં સસ્તા અનાજની 40 જેટલી દુકાનોના 13703 બી.પી.એલ કાર્ડ ધારકો પૈકીમાંથી બનાવેલ બોગસ રાશન કાર્ડની તપાસ કરી ફોજદારી ફરિયાદ દાખલ કરવા અવાર નવાર કચ્છ તેમજ ગાંધીનગર મધ્યે વહિવટી તંત્રમાં રજુઆત કરી હતી. તેમજ મુંબઈ સ્થિત નાનજી સુંદરજી સેજપાલ જેવા દાનવીરના નામે પણ બોગસ બી. પી. એલ રાશન કાર્ડ બનાવી ગરીબોના હકકનુ અનાજનું કૌભાંડ આચરાઇ રહ્યું હોવાની પણ ફરિયાદ કરેલ હતી. આ ફરિયાદ બાબતે 9919 બોગસ બી.પી.એલ કાર્ડ રદ કરવામાં આવ્યા પણ આ કાર્ડ બનાવનાર દુકાનદારો તેમજ જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી તંત્રએ ન કરી હોવાની ફરિયાદ આદમ ચાકી દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આ કૌભાંડ બે દાયકાથી ચાલતું આવ્યું છે. 2011 ની સાલ પછી ખુબજ ફુલ્યો ફાલ્યો છે. અને બે દાયકામાં એક કાર્ડ પાછડ 500 થઈ 700 રૂ . ગણતરી કરીએં તો 500 કરોડ પર આંક પહોંચે છે. આટલા મોટા કૌભાંડ છતાંય ફક્ત રાશન કાર્ડ રદ કરી સંતોષ માનવું એ કેટલું યોગ્ય છે ?
રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા તળે ફોજદારી ફરિયાદ કરવા સુધીની જોગવાઈ છે ત્યારે આટલું મોટું બહાર આવેલ દેશની અર્થ વ્યવસ્થા માટે કેન્સર સમાન કૌભાંડ બાબતે કાર્યવાહી ન કરવી તે કૌભાંડને સમર્થન આપવા સમાન છે. અને પુરવઠા અધિકારીઓએ રાશન કાર્ડ રદ કરીને જાણે મીર મારેલો હોય તેવું આભાસ ઉભું કરેલ છે. વધુમાં આદમ ચાકીએ જણાવ્યું કે તેમને લોક મુખેથી એવું સાંભળવા મળેલ છે કે ભાજપના શહેર તાલુકા અને જિલ્લાના નેતાઓને સંડોવતા બી.પી. એલ રાશન કાર્ડ કૌભાંડ સાથે સંકળાયેલાઓ પાસેથી મોટું ફંડ એકત્ર કરી રાજયના ગાંધીનગર થી લઈને જિલ્લાના તમામ પૂરવઠાના અધિકારીઓની વ્યવસ્થા થકી કાર્યવાહીને અટકાવાઇ છે. તેમજ અમુક ભાજપના લોકો એવું પણ કહી રહ્યા છે અધિકારીઓને કામ અમારી પાસેથી કરાવવું છે અને પ્રમોશન પણ અમારી પાસેથી લેવું છે. આવી વાતો ચર્ચાશે તો દેશમાં લોકશાહી જેવું શું બાકી રહેશે તેવો વેધક સવાલ આદમ ચાકીએ ઉભો કર્યો છે. માટે આ બાબતે છેલ્લી વખત પત્ર લખી રાજય પુરવઠા સચિવને જણાવેલ છે કે દિવસ 15 માં આ કૌભાંડીઓ વિરૂદ્ધ ફોજદારી દાખલ કરવામાં આવે જેથી આ બાબતે નામદાર કોર્ટ સમક્ષ જવાની અમને ફરજ ન પડે તેવું અખબારી યાદીમાં જણાવાયું છે.