ભુજમાં ગઈ કાલે રાત્રે બાળકની ઉઠાંતરીની શંકામાં લોકોએ ખોટા વ્યક્તિને પકડ્યો
ભુજ : ગઇ કાલે રાત્રે ભીડગેટ પાસે આવેલ ભુતેશ્વર વિસ્તારમાંથી 12 વર્ષના બાળકની ઉઠાંતરી કરવાનો પ્રયાસ કરાયો હતો. બે બુરખાધારીઓ એ બાળકને પોતાની પાસે બોલાવ્યો હતો અને બાળક તેની પાસે ન જતા તેઓ બાળક પાછળ દોડયા હતા પણ બાળકે બુમાબુમ કરતા બુરખાધારીઓ ભાગી છુટયા હતા અને બાળકને લઈ જવામાં નિષ્ફળ રહ્યા હતા. આ ઘટના પગલે ભુજમાં ચકચાર મચી ગઇ હતી. લોકોના ટોળાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. ભેગા થયેલા લોકો આરોપીઓને શોધવા વિવિધ વિસ્તારોમાં ગયા હતા. તે વચ્ચે મોડી રાત્રે બાળકની ઉઠાંતરી કરનાર શખ્સ પકડાઈ ગયાના સમાચાર વહેતા થયા હતા. અને એક શખ્સને પકડીને લોકો બી ડિવિઝન પોલીસ મથકે લઇ આવ્યા હતા. આ શખ્સ બાબતે બી ડિવિઝન PSI ઓઝા સાહેબે વોઇસ ઓફ કચ્છ ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું કે લોકો દ્વારા પકડાયેલો આરોપી ખોટો છે લોકોએ તેને શંકામાં ઉપાડ્યો હતો પણ તે વ્યક્તિ મંદબુધ્ધી છે આ ઘટનાનો આરોપી નથી. બાકી આ ઘટના બાબતે ફરિયાદ નોંધી અને આગળની તપાસ ચાલુ છે તેવું જણાવ્યું હતું.