ઇસ્લામ ધર્મના પયગંબર વિરૂદ્ધ FB પર અભદ્ર ટીપ્પણી કરનાર સામે ફરિયાદ : આરોપી હિન્દુ યુવા સંગઠનો કાર્યકર

7,027

ભુજ : ઇસ્લામ ધર્મના પયગંબર વિરૂદ્ધ ફેસબુક પર અભદ્ર લખાણ કરનાર યુવક વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ યુવક ફેક આઈડી પર કોમેન્ટ કરતો હોવા બાબતે મુસ્લિમ યુવકો દ્વારા ફરિયાદ કરવા પી.આઈ ને રજુઆત કરાઈ હતી. આ યુવકની આઈડી માં પોતે હિન્દુ યુવા સંગઠનનો કાર્યકર હોવાનું ઉલ્લેખ છે. યુવકની આઇડી વિનય હિન્દુના ફેક નામે બનાવેલ છે. આ યુવકનું અસલી નામ વિનીત રમેશભાઇ સોની છે. જેણે વિનય હિન્દુ નામની આઇડી પર થી સતત કોમીવૈમનસ્ય ફેલાય તેવા પોસ્ટ કર્યા છે. જેમાં ઇસ્લામ ધર્મના પયગંબર વિરૂદ્ધ ખુબજ અભદ્ર ભાષા પ્રયોગ કરી ધાર્મિક લાગણી દુભાવતા પોસ્ટ કર્યા છે. આ આઇડી પરથી પોતે પેટ્રોલ બોમ્બ બનાવા માંગે છે તેવી પણ કોમેન્ટ કરી છે આવી માનસિકતા કચ્છની શાંતિ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ કામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદી આરીફ રશીદ લાંગાય એ ફરિયાદ નોંધાવી હતી. બી ડિવીઝન પોલીસ મથકે તેના વિરૂદ્ધ ધાર્મિક લાગણી દુભાવવા બદલ IPC 295A, 153A મુજબ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ બાબતે મુસ્લિમ સમાજના અગ્રણીઓ મોહસીન હિંગોરજા, ઇબ્રાહીમ હાલેપોત્રા, સકીલ સમા, સિકંદર હાજી ઇબ્રાહીમ બાફણ, ઇદ્રીશ થેબા, અલતાફ હસણીયા, આરીફ લાંગાય વગેરેએ હાજર રહી ફરિયાદ નોંધવા રજૂઆત કરી હતી.

Get real time updates directly on you device, subscribe now.