ગાંધીધામમાં પત્રકાર પર પોલીસ દમનની ઘટનાના વિરોધમાં પત્રકારો દ્વારા 6 મે ના CM ના કાર્યક્રમનું બહિષ્કાર
ગાંધીધામ : 1 મે ના દિવસે પૂર્વ કચ્છ ગાંધીધામના ઓસ્લો સર્કલ ગોલાઇ પર દલિતોએ ધણીમાંતગ દેવ વિરુદ્ધ ફેસબુક પર અભદ્ર ટિપ્પણી કરાયાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. જેના કવરેજમાં ગયેલ પત્રકારને પોલીસે ઓળખાણ આપ્યા છતા ઢોર માર માર્યો હતો. લોકશાહીમાં જનતાના હિતો સર્વોપરી હોય છે અને તેનો અવાજ પત્રકારો બનતા હોય છે. પત્રકારો લોકશાહીની ચોથી જાગીર છે અને તેમનો અવાજ દબાવવાના પ્રયાસો કરવા ખુબજ દુઃખદ બાબત છે. પોલીસ દ્વારા આવા વર્તનથી પત્રકારો દુખ અને આહત અનુભવી રહ્યા છે. આ અંગે તંત્રને પત્રકારોની લાગણીની જાણ હોવા છતા મૌન છે. અને આ અંગે કોઈ પગલા ભરવાની કે ભવિષ્યમાં આવા બનાવો નહીં બને તેની ખાતરી તંત્રએ આપી નથી. માટે આગામિ તા. 6/5 ના ગાંધીધામમાં આયોજિત મુખ્યામંત્રીના કાર્યક્રમનું બાયકોટ કરવાનો નિર્ણય પૂર્વ કચ્છ પ્રેસ કલબ દ્વારા કરવામાં આવ્યો છે. જેમા પત્રકારો મુખ્યમંત્રીના કાર્યક્રમનો કવરેજ ન કરી અને પોતાનો વિરોધ નોધાવાનું જણાવાયું છે.