ધોરણ 10 માં કચ્છનું 68.30 % પરિણામ : માતૃછાયા કન્યા વિદ્યાલયની 9 છાત્રાઓને A1 ગ્રેડ
ભુજ : આજે સમગ્ર રાજ્યમાં ધો. 10 નુ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાત રાજ્યનું 67.50 % પરિણામ આવ્યું છે. કચ્છ જિલ્લાનું 68.30 % પરિણામ આવ્યું છે. કચ્છમાં 2017 માં 71.40 % ની સરખામણીએ 3% જેટલું નીચું પરિણામ આવ્યું છે. કુલ 21757 માંથી 93 વિધાર્થીઓને A1 ગ્રેડ અને 704 વિધાર્થીઓને A2 ગ્રેડ મળ્યો છે. કચ્છમાં સૌથી વધારે પરિણામ ભુજ કેન્દ્રનું 81.63 છે અને સૌથી નીચું 31.25 % આડેસર કેન્દ્રનું છે. ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયની 9 છાત્રાઓને A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે. સમગ્ર કચ્છમાં A1 ગ્રેડ મેળવનાર 93 વિધાર્થીઓ માંથી A1 ગ્રેડ મેળવનાર 9 છાત્રાઓ માતૃછાયા સ્કૂલની છે. માતૃછાયા સ્કૂલને આ સિધ્ધી માળતા સ્કૂલ મેનેજમેન્ટ તેમજ શિક્ષકોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. માતૃછાયા સ્કૂલની A1 ગ્રેડ મેળવનાર છાત્રાઓની યાદી નીચે મુજબ છે.
મજેઠીયા પ્રાચી હરેશભાઇ 94.83%
રાજગોર કાલિન્દી રાજેશભાઇ 94%
જોષી યોગી રાહુલભાઇ 92.83%
સુચક ક્રિષ્ના અશોકકુમાર 92.83%
ડુડીયા અંજલી રાજેશભાઇ 92.50%
ખત્રી શીફા નાસીરમોહમ્મદ 91.83%
અનમ ઉન્નતિ પ્રદિપભાઇ 91.83%
વ્યાસ ૠતુ રાહુલભાઇ 91.17%
ખત્રી શીફાબાનું મોહમ્મદફારૂક 90.67%