રખડતા ઢોરના કારણે અકસ્માતથી થતા જાન માલના નુકશાનની જવાબદાર ભાજપ શાસિત ભુજ નગરપાલિકા
ભુજ : શહેરમાં રખડતા ઢોરના કારણે થયેલ અકસ્માતમાં 35 વર્ષીય યુવકનું મૃત્યુ થતા લોકોમાં રોષ ફેલાયો છે. આ બાબતે ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ વિપક્ષી નગરસેવકો સાથે સતાધિશોની ચેમ્બરમાં ઘાસચારો મુકી વિરોધ નોંધાવ્યો હતો ત્યારબાદ ભાજપ કાર્યાલય પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ બાબતે વિપક્ષી નેતાએ ‘વોઇસ ઓફ કચ્છ ન્યુઝ’ સાથે વાત કરતા જણાવ્યું કે જાહેરમાં ઘાંસ ચારો નાખવાથી રખડતા ઢોરો રસ્તા પર છુટા ફરતા હોય છે જેના કારણે અનેક વાર અકસ્માત થાય છે અને લોકોના જાન માલનું નુકસાન થાય છે. આ બાબતે અમે સતત અઢી વર્ષથી પાલિકાને રજૂઆત કરતા આવ્યા છીએ. પાલિકાને સતત રજૂઆત કરવા છતા યોગ્ય પગલું ન લેવાતા અમે કલેકટર સમક્ષ રજૂઆત કરી જે અનુસંધાને કલેકટરે જાહેરનામું બહાર પાડયું અને તેમાં રખડતા ઢોરને પાંજરાપોળ મુકવા તેમજ જાહેરમાં ઘાસચારો વહેંચ નારા વિરૂદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું છે. તેમજ આ જાહેરનામાની અમલવારી કરવા ભુજ પાલીકાના સતાધિશોને કહેવામાં આવ્યું પણ હજી સુધી પાલીકાના જવાબદારોએ જાહેરનામાની અમલવારી કરી નથી જેના કારણે લોકોને જાન માલનું નુકશાન થઈ રહયું છે.
ગઇકાલે 35 વર્ષના યુવાનનું ગાંય આડે આવી જવાથી અકસ્માત થતાં મૃત્યુ થયું જેના બે છોકરા અને એક દિકરી છે તેની કોણ ચિંતા કરશે ? આજે પણ એક યુવાનને ખેંગારપાર્ક પાસે ગાંય આડે આવતા અકસ્માત થયું છે. આવા તમામ અકસમાતોમાં કોઇનું મૃત્યુ થયું હોય કે ઘાયલ થયું હોય કે અન્ય નુકશાન હોય તેની સીધી રીતે જવાબદાર ભુજ નગરપાલિકા છે કારણકે વારંવાર રજૂઆત અને કલેકટરે જાહેરનામું બહાર પાડવા છતાંય જાહેરમાં ઘાસચારો વહેંચવા તેમજ રખડતા ઢોરો પાંજરાપોળ મુકવા બાબતે પાલિકાએ ગંભીરતા દાખવી નથી જેથી આવા અકસ્માતો અને લોકોના જાન માલને નુકશાન થઈ રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે જાહેરમાં ઘાંસચારો વહેંચનારને પાલીકા છુટ એટલે આપે છે કે તેમાંથી પૈસા કમાય છે. 100 માંથી 10 પુળા ઘાંસના તેઓ ખાઇ જાય છે અને 90 પુળા પહોંચાડે છે તેના પણ રૂપિયા લે છે. વિપક્ષી નેતાએ ભુજ પાલીકાના સતાધિશો પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે આ કહેવાતી હિન્દુવાદી સરકારના સતાધિશો અને ગૌ-માતાના નામે મત માંગતા લોકો ગાંયોના ઘાંસચારાના પૈસામાંથી કટકી કરે છે. માટે અમે નગરપાલિકામાં ઘાંસચારો નાખી અને ત્યાં ગાંયો આવે તો શું હાલત થાય તેની સતાધિશોને ખબર પડે તેવા ઉદેશ્યથી અમે વિરોધ નોંધાવ્યો છે.