GK હોસ્પિટલના સ્ટાફની બેદરકારીથી નવજાત શિશુનો મૃત્યુ : 24 કલાકમાં 7 બાળકોના મૃત્યુ થયાનો રફીક મારાનો ગંભીર આક્ષેપ
ભુજ : જી. કે જનરલ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર આજે એક નવજાત શિશુનો મોત થતા અરેરાટી ફેલાઈ છે. આજે મુંદરાની એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો તે બાળકને રડતો નહોવાથી મગજને ઓક્સિજન નમળવાના કારણે મૃત્યુ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બાબતે વાલીઓએ પણ સ્ટાફની બેદરકારીથી ઘટના બની હોવાનું કહી હોબાળો કર્યો હતો. આ બાબતે કચ્છ જિલ્લા કોંગ્રેસ લઘુમતિ વિભાગના રફીક મારા હોસ્પિટલ દોડી આવ્યા હતા. રફીક મારાએ વોઇસ ઓફ કચ્છ ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે જનરલ હોસ્પિટલના સ્ટાફની બેદરકારીના કારણે આ ઘટના બની છે. 24 કલાકની અંદર 7 બાળકોના મૃત્યુ થયા હોવાનું ગંભીર આક્ષેપ રફીક મારાએ કર્યો છે પણ હોસ્પિટલના સૂત્રોએ એક મૃત્યુ થયું હોવાનું જણાવી રહ્યા છે.
વધુમાં રફીક મારાએ જણાવ્યુ હતું કે આ જનરલ હોસ્પિટલમાં સતત આવા બનાવો બનતા રહ્યા છે. ડોકટરો પોતે હાજર રહેતા નથી. સ્ટાફ સતત બેદરકારી દાખવે છે સુવિધાનો અભાવ છે અને ભૂતકાળમાં છોકરાઓ બદલી જવાના કિસ્સા પણ અનેક સામે આવ્યા છે. આવા ગંભીર કિસ્સા અવારનવાર બન્યા છે. આ આ ગંભીર કિસ્સાઓમાં જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરી છે. તેમજ આજે 24 કલાકમાં 7 મૃત્યુ થયા તેમના માટે સરકારમાંથી સહાયની માંગ કરી હોવાનું રફીક મારે જણાવ્યું છે. જી. કે જનરલના સ્ટાફે આ ઘટના કવર કરવા ગયેલ પત્રકારો સાથે પણ ગેરવર્તન કર્યું હતું ફોટો પાડવા જતા અમુક પત્રકારોના કેમેરા જુંટવાનો પ્રયાસ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. અગાઉ પણ પત્રકારો સાથે અમુક કિસ્સાઓમાં હોસ્પિટલ સ્ટાફે ગેરવર્તન કર્યાના બનાવો બન્યા છે. ત્યારે પોતાના કૃત્યો છુપાવવા પત્રકારો સાથે ગેરવર્તન કરવાની ઘટના પણ નિંદનીય છે.