ગાંધીધામ ખાતે કચ્છ કોંગ્રેસનું પેટ્રોલ ડીઝલ ભાવ વધારાના વિરોધમાં સાઇકલ અને ઉંટગાડી સાથે પ્રદર્શન
ગાંધીધામ : આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ગાંધીધામ ખાતે દેશમાં થતા દરરોજ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધમાં સાઇકલ અને ઉંટગાડી પર બેસીને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરાયો હતો. કચ્છ જિલ્લા કોંગ્રેસે અખબારી યાદીમાં જણાવાયું છે કે દરરોજ પેટ્રોલ ડીઝલના ભાવમાં થતા વધારાથી લોકોનું જીવવું મુશ્કેલ બન્યુ છે. ભાવ વધારાના કારણે જીવન જરૂરી વસ્તુ મોંઘી થઈ છે અને પરાવહન- ટ્રાન્સપોર્ટ પર અસર પડી છે. વર્તમાન વડાપ્રધાન ચાર વર્ષ પહેલા ‘બહુત હુઇ મહેંગાઇ કી માર’ ના સુત્ર થકી સતા પર આવ્યા છે અને હવે પોતે જ ભાવ વધારાનું બોજ નાખી જનતાના ખીસ્સા ખંખેરવાનું કૃત્ય કરી રહ્યા છે. માટે આ ભાવ વધારાના વિરોધમાં આજે કચ્છ જિલ્લા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યો હતો.
આ રેલીમાં જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરી, જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી.કે હુંબલ, પ્રદેશ કોંગ્રેસ મંત્રી જુમા રાયમા, શહેર પ્રમુખ સમીપ જોષી, તાલુકા પ્રમુખ ગની માંજોઠી, તુલસી સુઝાન, માજી સાંસદ ઉષાબેન ઠકકર, માજી ધારાસભ્ય વાલજી દનીચા, નગરપાલિકા વિપક્ષી નેતા અજીત ચાવડા, ઉપનેતા નિલેશ ભાનુશાલી, ઝવેરબેન મહેશ્વરી, દશરથસિંહ ખંગારોત, જીજ્ઞેશ ગોસ્વામી, પરબત ખટાણા, એબેઝ યેસુદાસ, દિપક લાખાણી, પ્રેમ પરીયાણી, નિલેશ મલકાણી, ધીરજ દાફડા, સોમૈયા ધરમશી, લતીફ ખલીફા, ભરત ગુપ્તા, જયવિરસિંહ જાડેજા, ખીમજી થારૂ, સંજય ગાંધી, દશરથ જોષી, ઉમેદ જોષી, હકુભા જાડેજા, બળદેવસિંહ ઝાલા, દેવેન્દ્રસિંહ ઝાલા, સામજી અરજણ આહિર, અમૃતા દાસ ગુપ્તા, રાધાસિંહ ચૌધરી તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહયા હતા.