મોટા રેહા ગામે છેલ્લા એક મહિનાથી પાણીની તંગી
ભુજ : ઉનાળાની શરૂઆત થતાં કચ્છમાં ઠેર-ઠેર પાણીની તંગી સર્જાઈ છે. કચ્છના શહેરોમાં તેમજ અનેક ગામડાઓમાં પાણીની તંગીથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આવી જ પરિસ્થિતિ ભુજ તાલુકાના મોટા રેહા ગામે સર્જાઇ છે. ગામમાં પાણીની સમસ્યા વિકટ બની છે છેલ્લા 1 મહિનાથી અડધા ગામમાં લોકોના ઘરોમાં પાણી વિતરણ થતું નથી. પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. અમુક ગ્રામજનો અન્ય જગ્યાએથી પાણી ભરવા જવું પડે છે તો કેટલાક લોકોને ખાનગી ટ્રેકટર મંગાવવાની ફરજ પડે છે.
આ વિસ્તારમાં લાખો લીટર કેપેસિટી ધરાવતો પાણીનો ટાંકો છે છતાંય લોકોને પાણી વિતરણ કરાતું નથી. સ્થાનિક ગ્રામ પંચાયતને લોકો દ્વારા અનેક વખત મૌખિક રજૂઆત કરેલ છે પણ આ બાબતે પંચાયતે કોઈ ગંભીરતા દાખવી નથી. માટે પાણીની તંગીની વહિવટી તંત્ર નોંધ લઇ અને યોગ્ય નિકાલ કરી અને ગ્રામજનો સુધી પાણી પહોંચાડવા વ્યવસ્થા કરે તે જરૂરી છે. નહીંતર ગામમાં પાણીની તંગીથી પ્રભાવિત વિસ્તારના લોકોને હિજરત કરવાની ફરજ પડી શકે છે.
આગાઉ મોકલેલ મેટર ટેકનિકલ કારણોસર ડીલીટ થઈ ગયેલ છે