મફત ફરજીયાત શિક્ષણ (RTE) હેઠળ પ્રવેશ મેળવવા આજથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ

846

ભુજ : રાજય સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્‍ડ્રન ટુ ફ્રી એન્‍ડ કમ્‍પલસરી એજયુકેશન એકટ-૨૦૦૯ની કલમ ૧૨(૧) ક હેઠળ બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા મુજબ વિનામૂલ્‍યે ધોરણ ૧માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે અંતર્ગત કચ્‍છ જિલ્‍લાની બિન-અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા મુજબ વિનામૂલ્‍યે ધોરણ ૧માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવા બાળકો માટે ૧લી જુન-૨૦૧૮ના રોજ ૫ વર્ષ પૂર્ણ કરેલ હોય (તા.૨/૬/૨૦૧૧ થી તા.૧/૬/૨૦૧૩ સુધીમાં જન્‍મેલ) તેવા બાળકો પ્રવેશ પાત્ર બનશે.

પ્રવેશ મેળવવા માટે બાળકના વાલીઓ  www.rtegujrat.org વેબસાઇટ ઉપર તા.૧૯/૪/૨૦૧૮ થી તા.૫/૫/૨૦૧૮ દરમ્‍યાન પ્રવેશ ફોર્મ ભરી શકશે. આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર પુરાવા, કયા અધિકારીના રજુ કરવાના છે, તેમજ કચ્‍છ જિલ્‍લામાં આવેલ સ્‍વીકાર કેન્‍દ્રોની યાદી તેમજ અન્‍ય વિગતો વેબસાઇટ પર મૂકવામાં આવી છે. ઓનલાઇન ફોર્મ ભરવા માટે સ્‍વીકાર કેન્‍દ્રોને મદદ લઇ શકાશે. જે વાલી ઓનલાઇન પ્રવેશ ફોર્મ ન ભરી શકતા હોય તે સ્‍વીકાર કેન્‍દ્ર પર જઇ કોરું પ્રવેશ ફોર્મ મેળવી જરૂરી વિગતો ભરી પરત આપશો તો તેઓનું ફોર્મ સ્‍વીકાર કેન્‍દ્ર પર ઉપસ્‍થિત કર્મચારી દ્વારા ઓનલાઇન ભરી આપવામાં આવશે. ઓનલાઇન ભરેલા પ્રવેશ ફોર્મની પ્રિન્‍ટ કાઢી દસ્‍તાવેજી પુરાવાઓ સાથે નજીકના સ્‍વીકાર કેન્‍દ્ર ખાતે તા.૧૯/૪/૨૦૧૮ થી તા.૮/૫/૨૦૧૮ સુધીમાં જાહેર રજા સિવાય કચેરી સમય દરમ્‍યાન જમા કરાવવાનું રહેશે.

Get real time updates directly on you device, subscribe now.