દરગાહ તોડફોડ મુદે આરોપી સુધી પહોંચવામાં તંત્ર નિષ્ફળ જતાં મુસ્લિમ અગ્રણીઓના આમરણાંત ઉપવાસ શરૂ : કાલે જીજ્ઞેશ મેવાણી રહેશે હાજર
ભુજ : કચ્છમાં છેલ્લા ચાર મહિનામાં છ દરગાહોને અસામાજિક તત્વો દ્વારા નુકશાન પહોંચાડી કોમી વૈમનસ્ય ફેલાવાનો કારસો રચ્યો છે. આ મુદે તંત્ર દ્વારા કાર્યવાહી ન થઇ હોવાના કારણે તંત્ર સમક્ષ વિરોધ નોંધાવા અખિલ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ 7 એપ્રિલે મહારેલીનું આયોજન કરાયું હતું જેમા મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ ભાગ લઈ અને શાંતિપૂર્ણ રીતે રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં 10 દિવસ બાદ તંત્ર દ્વારા કાર્યવાહી ન કરાય તો કચ્છના મુસ્લિમ આગેવાનો આગામી 17 એપ્રિલે આમરણાંત ઉપવાસ પર બેસવાની ચેતવણી તંત્રને આપી હતી. ત્યારે આ બાબતે તપાસ કરવા અમદાવાદ ATS ની મદદ લેવાઈ છતાંય આરોપી સુધી પહોંચવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. માટે આજે સવારે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિની આગેવાનીમાં મુસ્લિમ આગેવાનો કલેકટર કચેરી સામે આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. અને તંત્ર જયાં સુધી આરોપીને પકડશે નહી ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રહેશે તેવું મુસ્લિમ અગ્રણીઓએ જણાવ્યું છે.
આ મુદે 10 એપ્રિલના મુસ્લિમ અગ્રણીઓએ વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સાથે મુલાકાત કરી હતી જેમાં જીજ્ઞેશ મેવાણીએ 18 તારીખે પોતે હાજર રહેશે તેવું જણાવ્યું હતું માટે આવતી કાલે વડગામના ધારાસભ્ય દલિત નેતા જીજ્ઞેશ મેવાણી પણ એક દિવસ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે ઉપવાસ કરી તંત્ર સમક્ષ કાર્યવાહી કરવા વિરોધ નોંધાવવા હાજર રહેવાના છે. ત્યારે ચાર મહિનાથી આ મુદે આરોપી સુધી પહોંચવામાં નિષ્ફળ રહેલ તંત્ર આ મુદે આવનારા સમયમાં શું પગલું ભરશે તે જોવું રહ્યું. આજે શરૂ થયેલ ઉપવાસમાં મુસ્લિમ આગેવાનો ઈબ્રાહીમ હાલેપોત્રા, આદમ ચાકી, ઇકબાલ મંધરા, સાલેમોહંમદ પઢિયાર, રઝાક હિગોરા, સૈયદ બશીરશા બાવા, અબ્દુલ બારાચ નેત્રા,આદમ પઢિયાર, આધમ લાગાય, જુસબશા બાવા ,હમિદ ભટ્ટી, સતાર માજોઠી, જુમાભાઈ નોડે, અબ્દુલ રાયમા,હાસમ નોતિયાર, કાસમશા સૈયદ, મુસાભાઇ ખલીફા, રમઝાન સુમરા, કાસમ પઢિયાર, શોકત સુમરા, અબુ હિંગોરા, ઓસમાણ સમા, જુણસ હિંગોરા, અલીમામદ કોરેજા, અબ્દુલ મામદ ઓઠાર, સતાર નોતિયાર, હનીફ શા સૈયદ, મહમદહનીફ હિંગોરા, હુસેન પઢિયાર વિગેરે જોડાયા હતા. તેમજ રમેશ ગરવા, દતેશ ભાવસાર, રવિ ત્રવાડી, માલશી માતંગ, કાનજી મહેશ્વરી, નારાયણ મહેશ્વરી, રાજેશ(રાજુ) દાફડા, અમરશી સોઢા, ભીમજી જોધાણી, ગની કુભાર, સિકંદર પઢિયાર, અલીમામદ હિગોરજા, ઇબ્રાહીમ મંધરા, અધાભા સમા,ફકીરમામદ કુભાર, વિગેરે એ અનસન છાવણીની મુલાકાત લિધી હતી