જખૌ સ્થિત આર્ચીયન અને ભારત સોલ્ટ કંપની પહોંચાડી રહી છે પર્યાવરણ અને વન્ય જીવસૃષ્ટિને નુકશાન
અબડાસા : જખૌ મધ્યે આવેલ આર્ચીયન ગૃપઓફ કંપની અને ભારત સોલ્ટ રિફાઇનરી કંપની દ્વારા લીઝ પર આપેલ જમીનની શરતોનું ભંગ કરી રહી હોવાના આક્ષેપ સાથે જમીનની લીઝ રદ કરવા એનવાયરમેન્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટના પ્રમુખ લિયાકત નોતિયારે ફરિયાદ કરી હતી. આ ફરિયાદ સંદર્ભે મુખ્યામંત્રી કાર્યાલયથી અધિક મુખ્ય સચિવ મહેસુલ વિભાગ અને અધિક મુખ્ય સચિવ પર્યાવરણ વિભાગને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વધુમાં લિયાકત નોતિયારે જણાવ્યું કે કંપની દ્વારા સરેઆમ ચેરીયાના વૃક્ષોના નિકંદનથી પર્યાવરણને નુકશાન થઈ રહ્યું છે. ગૌચર જમીનો પર ગેરકાયદેસર દબાણ થઇ રહ્યું છે.
દુર્લભ પ્રજાતિના પક્ષી હુબારા બસ્ટાર્ડ (તિલોર) પક્ષીના રહેણાંક વિસ્તારમાં અને કુંજ પક્ષીના આશ્રય સ્થાન પર પણ કંપનીએ દબાણ કર્યું છે જેથી વન્ય જીવ સૃષ્ટિને નુકશાન થઈ રહ્યું છે. કંપની દ્વારા જાહેર ખબર અપાય છે કે અમે હજારો સ્થાનિકોને રોજગારી આપીએં છીંએ ત્યારે હજારો તો ઠીક પણ 200 સ્થાનિકોને રોજગાર આપવાનું કંપની સાબિત કરી આપે તેવો પડકાર ટ્રસ્ટના પ્રમુખે કંપનીને આપ્યો છે. અને આ સમગ્ર બાબતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ફરિયાદ કરવાની તજવીજ પણ હાથ ધરાઈ છે.