જીજ્ઞેશ મેવાણી ઇફેક્ટ : દલિતોને જમીનનો કબ્જો આપવાનું શરૂ કરાતા સમખીયારી હાઇવે ચક્કાજામ કેનસલ
ભુજ : આવતી કાલે સવારે વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જીજ્ઞેશ મેવાણી દ્વારા સમખીયારી હાઇવે પર ચક્કાજામ કરવાનું કાર્યક્રમ જાહેર કરાયું હતું જેને હમણા પરત ખેંચી લેવામાં આવ્યું છે. જીજ્ઞેશ મેવાણી દ્વારા કચ્છના દલિતોને 35 વર્ષથી પાસ થયેલ જમીનનો કબ્જે ન મળ્યો હોવાના વિરોધમાં કાર્યક્રમની જાહેરાત કરાઈ હતી. આ કાર્યક્રમની તૈયારીના ભાગ રૂપે 10 એપ્રિલે કચ્છની મુલાકાત લીધી હતી. જીજ્ઞેશ મેવાણીના આ કાર્યક્રમથી તંત્રની ઉંઘ હરામ થઈ ગઈ હતી.
મેવાણીની ચક્કાજામની જાહેરાતની ઇફેક્ટના કારણે કચ્છના વહીવટી તંત્રએ સતર્કતા વાપરી અને ચક્કાજામ પહેલા જ તમામ લાભાર્થીઓને કબ્જો આપવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે તંત્રની સકારાત્મક કામગીરી જોઇ અને જીજ્ઞેશ મેવાણીએ ચક્કાજામનું કાર્યક્રમ કેનસલ કરેલ છે. હવે જીજ્ઞેશ મેવાણી કાલે રાપરના મોડા, ફતેહગઢ અને કલ્યાણપુર એમ ત્રણ ગામોની મુલાકાત લેશે અને આંબેડકર જયંતિની ઉજવણી કરશે. આંદોલનના કારણે કાલે કચ્છના વાહનો વ્યવહાર ઠપ થઈ જવાની ભીતી સર્જાઇ હતી જે વહીવટી તંત્ર સક્ષમ મોટું પડકાર હતું માટે આંદોલન પરત ખેંચાતા તંત્રએ હાશકારો ભર્યો છે.