શનિવારે મુસ્લિમ સમાજની મહારેલી સંદર્ભે ટ્રાફીક વ્યવસ્થા જાળવવા કલેકટર કચેરીએ જાહેરનામું બહાર પાડ્યું
ભુજ : કચ્છમાં દરગાહોને નુકશાન પહોંચાડવાના બનાવમાં પોલીસ તંત્ર હજી સુધી આરોપીઓને શોધવામાં નિષ્ફળ રહેવાના કારણે મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાઇ હોવાથી અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા 7 મી એપ્રિલે મુસ્લિમ સમાજની મહારેલી યોજી અને તંત્ર સામે લોકશાહિ ઢબે વિરોધ નોંધાવાની જાહેરાત કરી છે. આ મહારેલીમાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાશે તેવું ચિત્ર દેખાઇ રહ્યું છે. ત્યારે આ બાબતે રેલીના રૂપમાં ટ્રાફીક સમસ્યા ન સર્જાય અને લોકોને તકલીફ ન પડે તે હેતુ થી અધિક કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં રેલીના રૂટ પર લાગુ પડતા આંતરિક રસ્તાઓ પર વાહનોને પ્રવેશવા માટે પ્રતિબંધ લગાવાયું છે.
રેલીનું રૂટ ભીડગેટ મેમણ મુસાફરખાનાથી સ્ટેશન રોડ પરથી પસાર થઈ કચ્છ મિત્ર સર્કલ, કચ્છ મિત્ર સર્કલથી વી. ડી. હાઇસ્કૂલથી પસાર થઈ જ્યુબિલી ગ્રાઉન્ડ અને જ્યુબિલી ગ્રાઉન્ડથી કલેકટર ઓફીસ છે. આ રૂમમાં આવતા રસ્તા ભીડગેટ થી સ્ટેશન રોડ, લાલટેકરી થી સ્ટેશન રોડ, માધાપર થી ભીડગેટ, બસ સ્ટેન્ડ થી સ્ટેશન રોડ, બસ સ્ટેન્ડ થી વી. હાઇસ્કૂલ તરફ, લાલ ટેકરીથી વી. ડી. હાઇસ્કૂલ તરફ, ધિંગેસ્વર મહાદેવથી ભાજપ કાર્યાલય થઈ વી. ડી. હાઇસ્કૂલ તરફ, હોસ્પિટલ રોડથી જીજ્ઞેષ ગોરના દવાખાનાથી જ્યુબિલી ગ્રાઉન્ડ તરફ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર થી જ્યુબિલી ગ્રાઉન્ડ તરફ, મુંદરા રોડ રીલાયન્સ થી જ્યુબિલી તરફ તેમજ મિરઝાપર થી ભુજ જ્યુબિલી ગ્રાઉન્ડ તરફ આવનારા વાહનો માટે ઉપરોક્ત તમામ રસ્તા પર સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી પ્રવેશ પ્રતિબંધ રહેશે જે બદલ અન્ય રસ્તા થી પસાર થવું પડશે તેવુ જણાવાયું છે.