ભુજમાં દલિત સમાજના વિરોધ પ્રદર્શને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું
ભુજ : સુપ્રીમ કોર્ટના એટ્રોસિટી મામલે આપેલ નિર્ણયના વિરોધમાં દલિત સમાજે ભારતીયોનું એલાન આપ્યું હતું જેના ભાગ રૂપે ભુજમાં દલિત સમાજ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું. આ ચકકાજામે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પોલીસ અને દલિત સમાજના લોકો વચ્ચે સંઘર્ષ થયું હતું જેના કારણે રેલીમાં હાજર લોકોમાં રોષ ફેલાયું હતું અને ટાયરો સળગાવી રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા.
તેમજ સરકારી વાહનોના કાચ પણ ટુટયા હતા. જ્યુબિલી ગ્રાઉન્ડના લગભગ તમામ રસ્તા લાંબા સમય સુધી દલિત સમાજ દ્વારા ચક્કાજામ કરી બંધ કરી દેવાતા લોકોને જ્યુબિલી ગ્રાઉન્ડ થી ગાડીઓ પાછી વાળી અને અન્ય રસ્તાઓથી પસાર થવું પડયું હતું. આ રીતે દલિત સમાજના વિરોધ પ્રદર્શને ભુજમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે પોલીસે પરિસ્થિતિ થાળે પાડવા કવાયત હાથ ધરી ઉગ્ર વિરોધ નોંધાવનાર યુવકોની ધરપકડ કરી હતી અને ધીરે ધીરે સ્થિતિને કાબુમાં કરી હતી.