અબડાસાના વિંઝાણ ગામ માં વોડાફોન નેટવર્ક ઠપ થતા આસપાસના પંદર ગામ સંપર્ક વિહોણા
અબડાસા : તાલુકા ના વિંઝાણ ગામ માં આવેલ વોડાફોન ટાવરમાં ટેકનીકલ ખરાબી ના કારણે છેલ્લાં પાંચ દીવસથી આસપાસ ના પંદર ગામ સંપર્ક વિહોણા બન્યા છે આજે ખીરસરા ના રજાક હિંગોરાએ ‘વોઇસ ઓફ કચ્છ’ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે છેલ્લે 12 માર્ચ ના બપોર થી વોડાફોન નેટવર્ક માં ટેકનીકલ ખામી હોવાને કારણે ફોન આવ જાવ ચાલુ છે પણ આવાજ બીલકુલ નથી આવતો જેનાં કારણે વરાડીયા બકાલીવાંઢ આમરવાંઢ સિરૂવાંઢ બોધેશ્વર વિંઝાણ નારાણપર ખીરસરા વરંડી મોટી મંજલ રાયધણજર મિયાણી હાજાપર નાનાવાડા ધનાવાળા ગઢવાડા અરજણપર વગેરે ગામડાઓમાં નેવું ટકા વોડાફોન ના ગ્રાહકો હોઈ તમામ પબ્લિક સંપર્ક વિહોણી થઈ ગઈ છે.
નેટવર્ક એટલું ખરાબ છે કે કંપનીને ફોન કરી ફરિયાદ પણ કરી શકાતી નથી. જોકે અમુક લોકોએ બીજા ગામમાંથી ફરિયાદો નોંધાવી છે. પણ હજી સુધી નેટવર્કમાં કંઇ સુધારો આવ્યો નથી જેના કારણે આજ થી બીજી કંપની ના સીમ કાર્ડ ખરીદવા કોઠારા મધ્યે લોકોનો ઘસારો જોવા મળ્યો છે. હજી બે દીવસ માં જો નેટવર્ક નિયમીત ચાલુ નહીં થાય લગભગ માણસો વોડાફોન બદલી બીજી કંપનીમાં જોડાઈ જશે તેવી સંભાવના દેખાઈ રહી છે.