કચ્છ કોંગ્રેસમાં મુસ્લિમ અગ્રણીઓના શ્રેણીબદ્ધ રાજીનામા : મુસ્લિમ સમાજમાં કોંગ્રેસ પ્રત્યે રોષ
કચ્છ : અબડાસા તાલુકામાં ત્રણ દરગાહોને અસામાજિક તત્વોએ નુકશાન કર્યાની ઘટના છેલ્લા ત્રણ મહિનામાં બની છે. જે બાબતે પોલીસ તંત્રએ હજુ સુધી કોઈ ઠોસ પગલા ભર્યા નથી અને ગુનેગારોને પકડવામાં નિષ્ફળ રહી છે. આ ઘટનાને લઈ અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇકબાલ મંધરાએ રાજીનામું શનિવારે આપ્યું હતું. રાજીનામું આપવા પાછળનું કારણ ભવાનીપર, મોથારા અને સુથરી દરગાહમાં તોડફોડ પ્રકરણમાં કોંગ્રેસે સહકાર ન આપ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ કોંગ્રેસ સંગઠનમાંથી 14 હોદેદારોએ રાજીનામું આપ્યું છે. રાજીનામું આપનારમાં માંડવી, નખત્રાણા, ભચાઉ, અબડાસા તેમજ લખપત વિસ્તારના હોદેદારો છે.
આ ઘટના બાદ કચ્છ કોંગ્રેસ વિરુદ્ધ મુસ્લિમ સમાજમાં ખુબજ રોષ જોવા મળી રહયું છે. મુસ્લિમ સમાજના લોકોમાં એવી ચર્ચા છેડાઈ છે કે દર ચુંટણીમાં 90% થી 95% મુસ્લિમ વોટ કોંગ્રેસ પાર્ટીમાં પડે છે ત્યારે મુસ્લિમ સમાજની દરગાહો પર થઈ રહેલ હુમલાઓ બાબતે મૌન રહી અને કોંગ્રેસ ફક્ત વોટબેંક માટે મુસ્લિમોનો ઉપયોગ કરી રહી હોવાનું ફલિત થાય છે. આ બાબતને ગંભીરતા દાખવી કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ કલીયર કરે નહીંતર આવનારા સમયમાં કચ્છના મુસ્લિમો કોંગ્રેસના વિકલ્પ તરિકે અન્ય પાર્ટી ઉભી કરશે તેવું ચર્ચાઈ રહ્યું છે.