કોંગ્રેસ માંથી લઘુમતિ આગેવાનોના રાજીનામાં વિશે શુ કહેવું છે શક્તિસિંહ ગોહિલનું
ભુજ : કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજ મધ્યે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંગઠન તેમજ સ્થાનિક પ્રશ્નો ચર્ચા સાથે ધારાસભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શક્તિસિંહ ગોહિલ હાજર રહયા હતા. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે ભાજપે ચુંટણી જીતવા પાણીનો વેડફાટ કર્યું જેના કારણે રાજયની સમગ્ર પ્રજાને મુશ્કેલી વેઠવી પડે છે. કચ્છની જીવાદોરી સમાન નર્મદા યોજનામાં ચોકકસ કામ કરી છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચાડવા માંગ કરી હતી. પી.એન.બી નિરવ મોદી કૌભાંડમાં ચોકીદાર જ ભાગીદાર સાબીત થાય છે. ભાજપ પક્ષ એક ભ્રામક માયાજાળ છે જેણે ચુંટણી સમયે પ્રજાને હંમેશ છેતર્યા છે.
રાજીનામાં મુદે શું આપ્યું નિવેદન
આ મિટિંગમાં શક્તિસિંહ ગોહિલ દ્વારા ધર્મ સ્થાનોને નુકશાન બાબતે કોંગ્રેસ પક્ષ દ્વારા સહકાર ન અપાતા રાજીનામાં અપાયા છે તે રાજીનામા આપવા કોંગ્રેસી આગેવાનો પર દબાણ કરવામાં આવી રહ્યું છે તેવું નિવેદન આપ્યું હોવાની ચર્ચા મુસ્લિમ સમાજના લોકોમાં છેડાઈ હતી અને આ નિવેદન મુદે અંદરો અંદર નારાજગી વ્યાપી હતી. જોકે આ બાબતે શક્તિસિંહ ગોહિલ સાથે વોઇસ ઓફ કચ્છ ન્યુઝ દ્વારા ટેલીફોનીક સંપર્ક કરાતા તેમણે કહ્યું કે રાજીનામાં આપવા દબાણ થઇ રહ્યું હોવાનું નિવેદન મે નથી આપ્યું મે ફકત એટલું કહયું કે પાર્ટી છે આપણે તમામે શિસ્તબદ્ધ રીતે વિચારધારાની લડાઈ લડવી જોઇએ.