આધાર મામલે કેસનો ચુકાદો ના આવે ત્યાં સુધી આધાર લિંક કરાવવું ફરજીયાત નહીં : સુપ્રીમ કોર્ટ

806

નવી દિલ્હી : બેંક ખાતા અને મોબાઇલ નંબર સાથે તથા અન્ય સરકારી સેવાઓમાં આધાર લિંક કરાવવા મામલે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી આધાર મામલે ચાલી રહેલા કેસમાં ચુકાદો ના આવે ત્યાં સુધી આધાર લિંક કરાવવાની મુદ્દત ચાલુ રહેશે. એટલે કે આધાર મામલે કેસનો ચુકાદો ના આવે ત્યાં સુધી આધાર લિંક કરાવવું ફરજીયાત નહીં રહે. ઉપરાંત સુપ્રીમ કોર્ટે કહ્યું કે આધાર અનિવાર્ય બનાવવા માટે સરકાર નાગરિકો પર દબાણ કરી શકે નહીં. આ પહેલાં સરકારે બેંક તેમજ અન્ય સેવાઓમાં આધાર લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ રાખી હતી. જેથી ફરજીયાત પણે 31 માર્ચ સુધીમાં દેશના નાગરિકોએ આધાર લિંક કરાવવાનું હતું. દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેંચે કહ્યું સુનાવણી કરતાં કહ્યું કે સરકાર નાગરિકોને ફરજીયાતપણે આધાર લિંક કરાવવાનું કહી ના શકે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યાં સુધી આધાર મામલે ચાલી રહેલા કેસનો ચુકાદો ના આવે ત્યાં સુધી આધાર લિંક કરાવવું ફરજીયાત નથી. હવે માનવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ આ ડેડલાઇન આગળ વધવી નિશ્ચિત મનાઈ રહી છે. આ પહેલાં પણ સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં આધારને મોબાઇલ અને બેંક ખાતાઓ સહિત અન્ય સુવિધાઓ માટે લિંક કરાવવાની તારીખ 31 માર્ચ સુધી લંબાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટમાં આધાર સામે ઘણી અરજીઓ દાખલ થઈ છે. જેના પર હાલ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. મોદી સરકારે બેંક ખાતાઓ સહિત અન્ય સેવાઓ સાથે આધાર લિંક કરવાનું ફરજીયાત બનાવી દીધું છે. જોકે આધાર મામલે અને તેમની અનિવાર્યતા સામે સુપ્રીમ કોર્ટમાં કેટલાક લોકોએ અરજીઓ કરી છે. જેના પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે.

Get real time updates directly on you device, subscribe now.