જીલ્લા પંચાયત સામાન્ય સભા : દલિત નેતાની દલિતને શ્રધ્ધાંજલી આપવાની ‘ચોખ્ખી ના’
ભુજ : આજે જીલ્લા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી હતી. આ સામાન્ય સભામાં 497 કરોડની પુરાંત વાળું અને 1945.89 કરોડના કદનું બજેટ પસાર કરવામાં આવ્યું હતું. સામાન્ય સભા દરમ્યાન સતાપક્ષ અને વિપક્ષ વચ્ચે બબાલ થઈ હતી. અરવિંદ પિંડોરીયાએ કોંગ્રેસના સભ્યોને નવરા કહેતા આ બબાલ થવા પામી હતી. તો વિપક્ષ તરફથી પાટણમાં આત્મવિલોપન કરનાર ભાનુભાઈ વણકરને શ્રધ્ધાંજલી આપવા ઠરાવ રજુ કરવામાં આવ્યું.
આ બાબતે વિપક્ષી નેતા વી.કે.હુંબલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે અમે ઠરાવ રજુ કરીને જણાવેલ કે વહીવટી તંત્રની બેદરકારીના કારણે ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કર્યું છે જેથી તેમને શ્રધ્ધાંજલી આપવી જોઈએ આ ઠરાવને સતાપક્ષે એમ કહી ઠુકરાવી દીધું કે સરકારે શ્રધ્ધાંજલી આપી દીધી છે અને સહાયની પણ જાહેરાત કરી છે એટલે શ્રધ્ધાંજલી આપવાની જરૂર નથી વધારેમાં વી.કે.હુંબલે જણાવ્યું કે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ મહેશ્વરી ખુદ દલિત હોવા છતાંય શ્રધ્ધાંજલી આપવાની ના પાડી દીધી હતી પણ વિપક્ષે ભાનુભાઈ વણકરને શ્રધ્ધાંજલી પાઠવી હતી. ત્યારે એક દલિત નેતાએ દલિતને શ્રધ્ધાંજલી આપવાનીના પાડવાનો બનાવ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.