ક્રિકેટની રમતમાં હારજીતનો સટ્ટો રમાડી રહેલ આરોપીઓને પકડી પાડતી પશ્ચિમ કચ્છ એલ. સી. બી.

484

શ્રીલંકામાં ચાલી રહેલ ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટીમોની હારજીત અને કઇ ટીમ કેટલા રન બનાવશે તેના પર દિક્ષિત ભગવાનપુરી બાવાજી રહે. વથાણ ચોકની શેરી, વાણીયા શેરી, નખત્રાણા વાળો પોતાના રહેણાંક મકાનમાં સટ્ટો રમાડી રહેલ છે તેવી ચોક્કસ બાતમી હકીકત મળતાં આ અંગે પોલીસ અધિક્ષક એમ. એસ. ભરાડા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ તેમજ એલ.સી.બી., ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર જે. એન.પંચાલ સાહેબની સુચનાથી એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.જે.રાણાની આગેવાની હેઠળ એલ.સી.બી.ના સ્ટાફના કર્મચારીઓ નખત્રાણા વિસ્તારમાં આ હકીકતનું પગેરૂં દબાવતા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તા.૧૦/૦૩/૨૦૧૮ ના રોજ બાતમી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતાં

આ ટુર્નામેન્ટ અંતર્ગતની શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની ટી-ર૦ મેચ ચાલુ હોઇ તેમાં આ મેચ કોણ જીતશે, મેચ ડ્રો જશે કે કયો ખેલાડી કેટલા રન બનાવશે? તેના પર પોતાના ફાયદા સારૂ પૈસાની હારજીતનો ક્રિકેટ સટ્ટાનો જુગાર રમી રમાડી રહેલ હોઇ આરોપીના રહેણાંક મકાનમાં રેઇડ કરી રોકડા રૂપિયા ૯,૭૦૦/- તથા ટી.વી. કિં.રૂા. ૨,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૪ કિં.રૂા. ૧૧,૦૦૦/- તથા હારજીતનો હિસાબ કિતાબ લખવાની નોટબુક સહિતના કુલ રૂા.૨૨,૭૦૦/- ના મુદ્દામાલ સાથે દિક્ષિત ભગવાનપુરી બાવાજી સાથે અન્ય બે આરોપીઓ ગૌતમ ઉર્ફે ગૌરાંગ શામજી ભાદાણી તથા પારસ હરેશભાઇ ગોસ્વામી રહે. ત્રણેય નખત્રાણા વાળાઓને જુગાર ધારાની કલમ ૪,૫ મુજબ ધોરણસર અટક કરી નખત્રાણા પો.સ્ટે. ખાતે ફરીયાદ દાખલ કરાવી આગળની તલસ્પર્શી તપાસ હાથ ધરેલ છે.

Get real time updates directly on you device, subscribe now.