કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રાજીનામું આપ્યું
ગાંધીનગર : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રાજીનામું આપ્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ભરતસિંહ સોલંકીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું રાહુલ ગાંધીને મળીને આપ્યું છે. સૂત્રોમાંથી એવું જાણવા મળી રહ્યું છે કે રાજ્યસભામાં ન મોકલતા ભરતસિંહ સોલંકી નારાજ છે અને તે કારણોસર રાજીનામું આપ્યું છે. જોકે કોંગ્રેસ હાઈકમાન્ડે હજી રાજીનામું સ્વીકાર્યું નથી અને આ બાબતે કોઈ પાર્ટી તરફથી સતાવાર નિવેદન આવ્યું નથી કયા કારણોસર રાજીનામું આપ્યું તે બાબતે પણ સતાવાર પુષ્ટિ થઇ નથી જોકે સૂત્રોમાં રાજીનામા પાછળ તેમની નારાજગીનું કારણ ચર્ચાઇ રહયું છે.