જમીન શરતભંગ કરનારાઓ સાવધાન…
ગાંધીનગર : વિધાનસભા સત્રમાં પ્રશ્નોતરી દરમ્યાન જમીન શરત ભંગ થવાની ફરિયાદો અંગે પુછાયેલ પ્રશ્નનો જવાબ પાઠવતા ગુજરાત રાજયના મહેસુલ પ્રધાને જણાવ્યું કે શરત ભંગની ફરિયાદમાં હવે સરકાર ઝડપી પગલા ભરશે. વધારેમાં જણાવ્યું કે બિનખેતીના હુકમમાં દર્શાવ્યા મુજબ શરતોનું ભંગ થતું હોય, જે હેતુ માટે બિનખેતી થયેલ તે હેતુ ભંગ થતું હોય, ખેતીની જમીનમાં બીનખેતી થયા વગર બાંધકામ થયું હોય તેમજ સરકારે આપેલ જમીન જે હેતુ માટે ફાળવેલ હોય તે હેતુ ન જળવાય તો જમીન શરત ભંગ કહેવાય
આવા કિસ્સાઓમાં ફરિયાદ થયા સાથે ત્વરીત કાર્યવાહી કરવા ખાતરી આપી હતી. કચ્છમાં આવા ઘણા કિસ્સાઓ બને છે પણ શરત ભંગની કાર્યવાહીમાં તંત્ર રસ ઓછું દાખવે છે. ત્યારે વિધાનસભામાં મહેસુલ મંત્રીએ આપેલ જવાબને ધ્યાને લઈ તંત્ર કાર્યવાહી કરશે તો કેટલીય જમીનો સરકાર દાખલ થઈ શકે છે. માટે જમીન શરત ભંગ કરનારા બિલ્ડરો તેમજ જમીન માલિકોએ ચેતવું જોઇએ.